અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી

Spread the love

મળતી માહિતી મુજબ અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી છે. ત્યારે હર્ષ પટેલ દ્વારા ભારતીયોને કેનેડો બોર્ડર ક્રોસ કરાવતો હતો અને ગેરકાયદેસર રીતે તેમને અમેરિકા લાવવામાં સંડોવાયેલો છે. તેમજ 19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડો બોર્ડર પર મૃત્યું પામેલા ડિંગુચાનાં જગદીશ પટેલનાં પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષ પટેલને જ સોંપવામાં આવ્યું હતું.

છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. ત્યારે હર્ષ પટેલની શિકાગોનાં ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ તેની ડિટેન્શન હિંયરિંગ 28 ફેબ્રુઆરીનાં રોજ થવાની છે.

હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે. તેણે સ્ટીવ શાન્ડ નામનાં એક વ્યક્તિને જગદીશ પટેલ સહિત ગ્રુપનાં લોકોને બોર્ડર ક્રોસ કરવા અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારે તા. 18 જાન્યુઆરી 2022 નાં રોજ હર્ષ પટેલનાં એક દિવસ પહેલા હર્ષ તેમજ શાન્ડ વચ્ચે મેસેજ મારફતે વાતચીત થઈ હતી. વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પહેર્યા છે કે નહી તેની તપાસ કરવી. તેમજ તેઓને કઈ જગ્યાએથી પીકઅપ કરવાનાં છે તેનું લોકેશન તેમજ બે મોબાઈલ નંબર પણ શેર કર્યા હતા.

હર્ષ પટેલ માટે કામ કરત સ્ટીવ શાન્ડને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022 ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીનાં અધિકારીઓની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી જાન્યુઆરી 2022 સુધી ગેરકાયદેસર રીતે ભારતથી આવેલા લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા સુધી પહોંચાડવા કુલ પાંચ ટ્રીપ મારી હતી. જેનાં હર્ષ પટેલે તેને 2500 ડોલર ચૂકવ્યા હતા.

હર્ષ પટેલનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલમાં પણ જઈ આવ્યો છે. 2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતું તેને છોડી મુકાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

કોર્ટ ડોક્યુમેન્ટમાંથી મળતી માહિતી મુજબ હર્ષકુમાર પટેલ ઈન્ડિયાથી અમેરિકાનાં સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વખત પ્રયાસ કર્યો હતો. જ્યારે ચારેય વખત તેની એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016 માં હર્ષ પટેલે કેનેડા ગયો હતો જ્યાંથી તેણે ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી. જેમાં હર્ષ પટેલે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

જે બાદ પણ હર્ષ પટેલ દ્વારા હાર માનવામાં આવી ન હતી. હર્ષ પટેલે દ્વારા પાંચમી વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ મહિનામાં જ બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચ્યો હતો. જ્યાં થોડો સમય રોકાયા બાદ અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરીને કેનેડા આવ્યો હતો ત્યારે તેની કેનેડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com