‘એક ફૂલ દો માલી,’ જેની ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો છે. આ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં છૂટાછેડા થયેલી પ્રેમિકા અને પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નિવસ્ત્ર હાલતમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં અફસોસ થતાં હત્યારો પોલીસ મથકે હાજર થયો હતો અને સમગ્ર કહાની જણાવી હતી.
અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. છૂટાછેડા થયેલ અંબોલી ગામની મહિલા અનિતા રાજન વસાવા પોતાના ઝઘડિયાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમા વસાવા સાથે ઘરમાં હતી. આ દરમિયાન ઝઘડિયા રાણીપુરા ગામનો બીજો પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો. વહેલી સવારે જ પ્રેમી રોહન વસાવાએ દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે દરવાજો ન ખોલતા લાંબા સમય બાદ ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્રણેય વચ્ચે થયેલ ઝપાઝપી બાદ પ્રેમીકા અને તેના બીજા પ્રેમીને ગુપ્તાંગના ભાગે ઘા ઝીંકી ગુપ્તાંગ કાપી હત્યા કરી હતી.
આ ઘટનામાં બે સંતાનની માતા પરિણીતાને બે અલગ-અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. છૂટાછેડા થયેલ પરણિતા અનિતા વસાવા પ્રેમી હિતેશ વસાવા સાથે હતી ત્યારે અન્ય પ્રેમી રોહન વસાવાએ ઘરમાં ઘૂસી અને બંનેની નિવસ્ત્ર હાલતમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી નાખી હતી. પ્રેમી રોહને હત્યા કર્યા બાદ પોતાના ગામ પહોંચી ગયો હતો. જોકે, અફસોસ થતા પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબુલાત કરી હતી. પોલીસ પણ આ કહાની સાંભળી સ્તબ્ધ રહી ગઈ હતી અને હત્યાને અંજામ આપનાર રોહન વસાવાને સાથે લઇ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે ઘટનાની જીણવટભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની અટકાયત કરી બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.