ચોથી માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 6ઠ્ઠી માર્ચે રાજ્યભરમાં પેનડાઉન સ્ટ્રાઇક યોજવાની ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાએ તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે જાહેરાત કરી

Spread the love

સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની તથા ફિક્સ પગારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવાની પ્રથા બંધ કરવાની માગણીઓના સંદર્ભમાં ગત શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ સંખ્યામાં ધરણાં- પ્રદર્શન યોજયાં બાદ ચોથી માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 6ઠ્ઠી માર્ચે રાજ્યભરમાં પેનડાઉન સ્ટ્રાઇક યોજવાની ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાએ તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે અને આ આંદોલન અંગે સંલગ્ન તમામ મંડળો-મહામંડળો અને મહાસંઘોને જાણ કરી છે.

સરકારી કર્મચારીઓની માગણીઓમાં જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની તથા ફિક્સ પગારની યોજના તમામ વિભાગોમાંથી મૂળ અસરથી દૂર કરી પૂરા પગારથી ભરતી કરવાની યોજના લાગુ કરવાની માગ ઉપરાંત તા.1-4-2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને જીપીએફનો લાભ આપવાની, સીપીએફમાં કર્મચારીઓના 10 ટકા સામે સરકારે 14 ટકા ફાળો ઉમેરવાની, કેન્દ્રના ધોરણે સાતમા પગારપંચના ટીએ-ડીએ, એલટીસી, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ સહિત બાકી ભથ્થાં ચૂકવવાની તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાંનો દર 25 ટકા થાય ત્યારે ઘરભાડું 9 ટકા-18 ટકા અને 27 ટકા તેમજ મોંઘવારી ભથ્થાંનો દર 50 ટકા થાય ત્યારે ઘરભાડું 10 ટકા-20 ટકા અને 30 ટકાના દરે ચૂકવવાની માગણીઓ સામેલ છે. કર્મચારીઓના યુનિયનોએ અગાઉ વાટાઘાટો થયા મુજબ પડતર માગણીઓનો અમલ સત્વરે કરવાની રાજ્ય સરકારને અપીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com