ભગવાન શિવનું સ્વરૂપ અત્યંત નિરાળું, આકર્ષક, વિચિત્ર અને રહસ્યમય છે. લગ્ન સમયે, પાર્વતીજી પણ શિવજીના આવા સ્વરૂપ અને અનોખા જાનૈયાઓને જોઈને ચોંકી ગયા હતા.
ભગવાન શિવ વાઘના ચામડામાંથી બનેલા વસ્ત્રો ધારણ કરે છે. શરીર પર ભસ્મ, જટામાં ગંગા, કપાળ પર ચંદ્ર અને ગળામાં સાપ ધારણ કરે છે. જો કે આ વસ્તુઓ ધારણ કરવા પાછળ અલગ-અલગ રહસ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે શિવ શા માટે પોતાના ગળામાં સાપ ધારણ કરે છે અને આ સાપનું નામ શું છે?
ભગવાન શિવનું ગળામાં સાપ ધારણ કરવું એ વાતને દર્શાવે છે કે ભગવાન શિવનો મહિમા માત્ર મનુષ્યો પર જ નથી પરંતુ નાગપર પણ છે. ભગવાન શિવ મનુષ્યોના આરાધ્ય દેવ છે અને નાગ નાગિન પણ તેમને પોતાના ભગવાન માને છે. એટલા માટે ભગવાન શિવ હંમેશા રુદ્રાક્ષની માળા અને ગળામાં સાપ ધારણ કરે છે. જાણો ભગવાન શિવના ગળામાં લપેટાયેલા નાગનું નામ.
ભગવાન શિવે જે નાગ પોતાના ગળામાં ધારણ કર્યા છે તેનું નામ વાસુકી નાગ છે. નાગરાજ વાસુકી ભગવાન શિવના ભક્ત હતા અને શિવની ભક્તિમાં લીન રહેતા હતા. પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન, નાગરાજ વાસુકીએ સમુદ્ર મંથન દરમિયાન દોરડાનું કામ કર્યું હતું, આ દરમિયાન તેઓ લોહી લુહાણ થઈ ગયા આ પ્રકારીની વાસુકીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે વાસુકીને નાગલોકનો રાજા બનાવ્યો અને પોતાના ગળામાં આભૂષણની જેમ રહેવાનું વરદાન આપ્યું.
નાગકુળના તમામ સાપ શિવના પ્રદેશ હિમાલયમાં વાસ કરે છે. શિવને પણ નાગવંશીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. શરૂઆતમાં સાપના પાંચ કુળ હતા, જેમાં શેષનાગ, વાસુકી, તક્ષક, પિંગલા અને કર્કોટકનો સમાવેશ થાય છે. સાપના આ પાંચ કુળને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. તેમાં શેષનાગને સાપનો પ્રથમ રાજા માનવામાં આવે છે, જે અનંતના નામથી પણ ઓળખાય છે. શેષનાગ પછી, વાસુકી સાપનો રાજા બન્યો, જે ભગવાન શિવનો સેવક પણ બન્યો. વાસુકી પછી તક્ષક અને પિંગલાએ રાજ્ય સંભાળ્યું.