ગાંધીનગરમાં યુવતી પીરીયડમાં હોવાથી બેહોશ થઈ અને કપડામાં લોહી દેખાતાં દુષ્કર્મની અફવા ફેલાઈ

Spread the love

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતેથી આશરે 20 વર્ષીય યુવતીનું અજાણ્યા બે શખ્સોએ રિક્ષામાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની વાત ફેલાતા સેકટર – 7 પોલીસે સિવિલ દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે યુવતીની વિગતવાર પૂછતાંછ કરતાં દુષ્કર્મ થયાની વાત અફવા સાબિત થઈ હતી. યુવતી જાતે જ તેના બોયફ્રેન્ડ સાથે રિક્ષામાં ગયાનું અને કપડા પર લોહીના નિશાન પિરિયડના કારણે હોવાનું ખૂલતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતેથી અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યાની વાત ફેલાતા પોલીસ દોડતી થઈ હતી. આજે બપોરના સમય દરમ્યાન યુવતી સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડ તરફ જઈ રહી હતી. એ દરમ્યાન અજાણ્યા બે શખ્સોએ યુવતીનું રિક્ષામાં અપહરણ કરી લીધાની અને બાદમાં ઢળતી સાંજે યુવતીને લોહીથી ખરડાયેલ હાલતમાં સિવિલ કેમ્પસમાં આવેલ મેડિકલની દુકાનો તરફ ઉતારી મૂક્યાની વાત સામે આવી હતી.યુવતીના કપડા લોહીથી ખરડાયેલ જોઈને પરિવારજને અઘટિત ઘટના ઘટી હોવાની શંકા વ્યક્ત કરી હતી. બાદમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ યુવતીનું નિદાન કર્યું હતું. જેમાં જીણવટપૂર્વક તપાસ કરતા યુવતી પિરિયડમાં હોવાનું બહાર આવ્યું હતું. જો કે ત્યાં સુધીમાં યુવતી પર બળાત્કાર થયો હોવાની અફવા ફેલાઈ ગઈ હતી.

બીજી તરફ સેકટર – 7 પીઆઈ ચૌહાણે વિગતવાર યુવતીનું નિવેદન નોંધતા યુવતી તેના પરિચયમાં આવેલ બોયફ્રેન્ડ સાથે રીક્ષામાં ગઈ હતી. જેની સાથે બીજો એક શખ્સ પણ હતો. બાદમાં રિક્ષામાં બેઠા પછી યુવતીએ પાણી પીધું હતું અને પોતે બેહોશ જેવી થઈ ગઈ હતી. આ અંગે પીઆઈ ચૌહાણે કહ્યું કે, યુવતી એના બોયફ્રેન્ડ સાથે ગઈ હતી. વાસ્તવમાં યુવતી પિરિયડમાં હતી. આ મામલે હાલમાં કોઈ ફરિયાદ દાખલ કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com