ગુજરાત રાજ્યમાં મોબાઈલથી લઈને ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા હોય એટલે ફોનની ઘંટડીઓથી લઈને અનેકવિધ લાલચોના ફોન આવે ત્યારે હમણાં જ એક IPS અધિકારી હસમુખ પટેલ તથા કલેક્ટર (અમદાવાદ) ધવલ પટેલના નામનો ફેક એકાઉન્ટ બનાવીને ચીટર હોય તરકટ રચ્યું હતું, ત્યારે હવે ભાજપના પ્રદેશના કારોબારી સભ્ય અમદાવાદ શહેર કિસાન મોરચાના પ્રભારી મયુર પટેલ (બાબા) નામનું ફેક એકાઉન્ટ બનાવીને પૈસા ટ્રાન્સફર કરવા અને ફક્ત Cash તેમ મેસેજો પણ કરેલા છે, ત્યારે સાયબર ક્રાઇમ એક કેંગને પકડે ત્યાં 10 બીજા કેસ ઊભા થઈ જાય છે ત્યારે હવે ઘણીવાર PM, CM સાથે પડાયેલા ફોટા અને facebook ઉપર મુકેલા હોય એટલે ચિટ્ટરો ગેંગને થઈ ગયું હશે કે આ બાબા પાસે ડલ્લો છે, અને આમના રામ ઉપરથી ખજાનો મળી શકે છે, એટલે બાબાને બાવો બનાવવા ફેક એકાઉન્ટ મયુર પટેલ (બાબા) ના નામ થી ખોલીને ફેસબુક ઉપર ચડાવી દેતા અને મયુર પટેલને ખબર પડતા તેમણે તુરંત જ આ મેસેજ દ્વારા તમામ મિત્રો વર્તુળમાં જણાવ્યું હતું,
દેશમાં જે ચેક સિસ્ટમ હતી તે સારી કહેવાય, ત્યારે હવે ઓનલાઇનમાં ઘણા એકાઉન્ટ ખાલી થઈ ગયા નવી નવી તરકીબો સાથે આ ચીટર હોય પોલીસથી લઈને સાયબર ક્રાઇમને પણ હંફાવી રહ્યું છે કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતો હોય અને કોલ ન આવ્યા હોય ત્યારે સજાગ થયેલા પણ આવી જતા હોય છે ત્યારે ભાજપના મયુર પટેલ અડફેટે તો ના આવ્યા પણ અડફેટે બીજી રીતે લઈ લીધા ખરા?..
બૉક્સ
હમણાં બાબાને પનોતી બેઠી છે થોડા દિવસ પહેલા મનપાના અધિકારીઓ દબાણ હટાવવા અને કાયદાના પાઠ દબાણના બતાવવા આવ્યા હતા ત્યારે ક્યાં હાથ નાખવો તે દબાણ શાખા ને ખબર નહીં હાથ તો નાખ્યો પણ કોબ્રા કરડી ગયો તેવો ઘાટ તંત્રનો થયો, ત્યારે અહીંયા પણ ફેક એકાઉન્ટ PM, CM સાથેના ફોટા જોઈને ચીટરોનું હતું કે અહીંયાં મોટું ફંડિંગ મળી જશે, પણ મયુર પટેલને ધ્યાને આવતા તરકટ થતાં રહી ગયું,
બચકે રહેના રે… બાબા બચકે રહેના રે, બાકી તુજ પે નજર હૈ,