ગુજરાત હાઈકોર્ટે એક મર્મસ્પર્શી આદેશમાં સ્પાની આડમાં દેહવ્યાપારનાં ધંધામાં ધકેલાઈ જતી મહિલાઓ પ્રત્યે ચિંતા વ્યકત કરી

Spread the love

દુનિયાભરમાં 8મી માર્ચે ‘વુમન્સ ડે’ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે એક મર્મસ્પર્શી આદેશમાં સ્પાની આડમાં દેહવ્યાપારનાં ધંધામાં ધકેલાઈ જતી મહિલાઓ પ્રત્યે ચિંતા વ્યકત કરી છે. સ્પાની આડમાં અનિતીનું ધામ ચલાવતી મહિલા આરોપીઓની આગોતરા જામીન અરજી કરતા આદેશમાં હાઈકોર્ટે એવુ અવલોકન કર્યુ છે કે ‘સ્પાના નામે ચાલતા અનિતીધામમાં થતા કૃત્યો માત્ર સમાજ સામેનો ગંભીર ગુનો નથી’

પરંતુ મહિલા આરોપી વિરૂદ્ધનાં જે આક્ષેપો છે એ યુવતીઓ પર જ સૌથી વધુ અવળી અસર પાડે છે. આરોપી મહિલા સ્પાના નામે યુવતીઓને પ્રતાડીત કરી તેમને દેહ વ્યાપારમાં ધકેલે છે. તેથી આવા ગંભીર ગુનામાં મહિલા આરોપીઓને જામીન આપી શકાય નહિં.

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમની કલમ અને IPC કલમ 370 (K) (2) હેઠળ નોંધાયેલી FIRમાં આગોતરી જામીન મેળવવા માટે આરોપી મહિલાએ સકસેસિવ જામીન અરજી દાખલ કરી હતી. તેના તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે અગાઉ પણ મહિલાએ આગોતરા જામીન અરજી કરી હતી.

પરંતુ એ પરત ખેંચી લેવામાં આવી હતી. હવે આ કેસમાં ચાર્જશીટ થઈ ગઈ છે અને સહઆરોપીને કાયમી જામીન પર મુકત કરવામાં આવ્યો છે.અરજદાર મહિલાનાં કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની કોઈ જરૂર જણાતી નથી. અરજદાર આરોપી મહિલા છે અને સંબંધીત ગુનામાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેથી મહિલાને આગોતરા જામીન આપવા જોઈએ.

રાજય સરકારે અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે સહઆરોપી કથિત સ્પાનો ગ્રાહક હતો અને આ કેસની આરોપી મહિલા સ્પાની સંચાલક છે. તેથી બન્નેની ભુમિકા સદંતર અલગ છે. મહિલાની દલીલ છે કે સ્પા જયાં ચલાવવામાં આવતુ હતું એ પ્રોપર્ટી તેની નથી, પરંતુ આ દલીલ અપ્રસ્તુત છે. અરજદારની ભૂમિકા ગંભીર છે અને તે સ્પાના ઓઠા હેઠળ અનિતીનું ધામ ચલાવતી હતી અને તેમાં નિર્દોષ યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હતી.

એટલુ જ નહિં અગાઉ પણ આજ પ્રકારના ગુનામાં તેની સંડોવણી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં આરોપી પણ મહિલા છે. અને પીડિતાઓ પણ મહિલાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com