સુપ્રીમ કોર્ટ એક રિલેશનશીપમાં રેપના આરોપીને છોડી મુકયો હતો. સુપ્રીમકોર્ટે ટિપ્પણી કરી હતી કે જયારે રિલેશનશિપની શરૂઆત થઈ હતી ત્યારે મહિલા વિવાહિત હતી અને આરોપીએ લગ્નનો કોઈ વાયદો નહોતો કર્યો. આ પરીસ્થિતિમાં આરોપી સામે રેપનો કેસ નથી બનતો. સુપ્રીમ કોર્ટે કેસ ફગાવી દેતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.મામલો મધ્યપ્રદેશનો છે.
સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના એ ફેસલાને ફગાવી દીધો હતો. જેમાં હાઈકોર્ટે આરોપી સામે કેસ ફગાવવાનો ઈન્કાર કર્યો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ ભરોસો આપ્યો હતો કે જયારે તે (ફરિયાદી મહિલા) પોતાના પતિ પાસેથી ડિવોર્સ લઈ લેશે ત્યારે તે તેનો અને તેના બાળકોનો ખ્યાલ રાખશે.
મહિલાએ જણાવ્યું હતું કે આ ભરોસે તેણે પોતાના પતિ પાસેથી 10 ડિસેમ્બર 2018ના ડિવોર્સ લઈ લીધા હતા અને 2019માં તેણે આરોપી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. મહિલાનો આરોપ છે કે આરોપી બિઝનેસના કામે બહાર ગયો અને બાદમાં તેણે સાથે રહેવાનો પણ ઈન્કાર કરી દીધો. આ આધારે મહિલાએ પોલીસમાં આરોપી સામે રેપની ફરિયાદ દાખલ કરી હતી.
હાઈકોર્ટે પણ આ મામલાને ફગાવી દેવાની આરોપીની માંગ નકારી કાઢતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પોતાના બચાવમાં દલીલ કરી હતી કે મહિલા ગેરમાર્ગે દોરનારુ નિવેદન આપી રહી છે. સુપ્રીમે આરોપીના દલીલ કરી હતી કે મહિલા ગેરમાર્ગે દોરનારું નિવેદન આપી રહી છે.
સુપ્રીમે આરોપીની દલીલ સ્વીકારી કે ફરિયાદી મહિલાએ ખોટો દાવો કર્યો હતો કે તેણે તેની (આરોપી) સાથે લગ્ન કરતા પહેલા જ ડિવોર્સ લઈ લીધા હતા, જયારે અસલિયત એ છે કે ડિવોર્સ 2021માં થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- બન્ને વચ્ચે રિલેશન શિપ 2017માં શરૂ થઈ હતી ત્યારે લગ્નનો કોઈ વાયદો નહોતો.