પોલીસને ભાવનાની વાત ગળે ઉતરી નહીં, શેરથા ટોલ ટેક્ષ નજીક કાર માંથી દારૂ ઝડપાયો…

Spread the love

ગાંધીનગરના શેરથા ટોલ ટેક્ષ નજીક મહેસાણા હાઈવે રોડ પરથી અડાલજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વેન્યુ કારમાં 72 હજારની કિંમતના વિદેશી દારૂ – બિયરનાં જથ્થા સાથે છોટાઉદેપુરની મહિલા બુટલેગરને મળતિયા સાથે આબાદ રીતે ઝડપી લઈ કુલ રૂ. 5.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ દેશી વિદેશી દારૂની હેરાફેરી – વેચાણની પ્રવૃતિઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા તાબાનાં અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલી છે. જે અન્વયે અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ આર મુછાળની ટીમ ગઈકાલે રાત્રે શેરથા ટોલટેક્સ નજીક મહેસાણા-કલોલ તરફથી આવતાં વાહનોનું ચેકિંગ કરી રહી હતી.

આ દરમ્યાન હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીના ચાલકને ટોર્ચ લાઈટ – લાકડીનો ઈશારો કરી રોકાઈ જવાની સૂચના આપવામાં આવી હતી. જેનાં પગલે કારના ચાલકે રોડની સાઈડમાં કાર ઊભી રાખી દીધી હતી. બાદમાં કારમાં સવાર મહિલા – પુરુષની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ભાવનાબેન રઘાભાઈ લાલજીભાઈ રાઠવા (રહે. અંબાડી ગામ તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર) તેમજ સાહિલ રાજુભાઈ દાઉદભાઈ મનસૂરી (રહે.લીંબડીયા ગામ, નવા ઘરા ઠાકોર વાસ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું.

જેઓને સાથે રાખી પોલીસે કારની તલાશી લેતાં પાછળની સીટમાં તથા ગાડીની ડેકીમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. જેનાં પગલે પોલીસ બંનેને કાર સાથે પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જ્યાં દારૂની ગણતરી કરતા 72 હજાર 840 ની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે ભાવના રાઠવાએ લગ્ન પ્રસંગમાં મહેમાનોને દારૂ પીરસવા માટે શીરોહી રાજસ્થાન ખાતેથી શક્તિસિંહ નામના ઈસમ પાસેથી લઈ આવ્યાનો ખુલાસો કર્યો હતો.

પોલીસને ભાવનાની વાત ગળે ઉતરી ન હતી. જેથી પોલીસે લાલ આંખ કરતાં જ બંને દારૂ વેચવા માટે લઈ આવ્યા હોવાની કબૂલાત કરી હતી. જે આ આવ્યે પોલીસે વિદેશી દારૃ – બિયરનો જથ્થો, આઈફોન તેમજ કાર મળીને કુલ રૂ. 5.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભાવના સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com