રાજય પોલીસ તંત્રના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવા મુખ્ય પોલીસવડા વિકાસ સહાયની સૂચના મુજબ એડમીન વડા નરસિંહમાં કોમર દ્વારા ૧૦૦ જેટલા પીએસઆઈનાં કલિઅરન્સ માગવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે, સૂત્રોનાં જણાવ્યા મુજબ ઝડપથી તેમની કાર્ય કુંડળી પોલીસ ભવનને મળ્યે તેની ચકાસણી બાદ લિસ્ટ ત્યાર કરી ડીપીસી બોલાવી આ ઓર્ડર કરવામાં આવશે.
સૂત્રો એવું પણ જણાવે છે કે આ બધી પ્રોસીઝર બાદ પણ ઝડપથી ઓર્ડર કરવા માટે જાણીતા વિકાસ સહાય અને નરસિંહમાં કોમાર ટીમ ટેકનિકલ કારણોસર ઝાડપ ન પણ કરી શકે તો આશ્ચર્ય નહિ ગણાય.
તત્કાલીક પીઆઇ બનાવ્યા બાદ તેમના વતન તેમના જિલ્લાના કાર્યકાળ વિગેરે ધ્યાને રાખી બદલીઓ કરવી પડે ,તંત્ર ચૂંટણીનાં કાર્ય સહિત વિવિધ કાર્યમાં વ્યસ્ત હોવાથી હાલ આ બધી પ્રોસિઝર શક્ય નથી, આવી ચર્ચા છતાં ૧૦૦થી વધુ પીએસઆઈને બદલી માટે આશા જાગી છે