આ બનાવની વિગત મુજબ ફરિયાદીને કોસાડ સબ ડિવીઝન વિસ્તારમાં રૂમ બનાવવાનું કામ રાખ્યું હતું. જેમાં વીજ જોડાણ માટે ફરિયાદીના માણસે કોમન મીટરમાંથી વીજ કનેક્શન લઈને કામ શરૂ કરાવ્યું હતું. જોકે સુરતના કોસાબા સબ ડિવીઝનના ડેપ્યુટી એન્જિનીયર ચેતન ડી. રાણાએ રેડ કરીને આ ગેરકાયદે વીજ જોડાણ બંધ કરાવ્યું હતું. બીજી તરફ ફરિયાદીને નવુ વીજ જોડાણ આપવા અને આગળની કાર્યવાહી ન કરવા રાણાએ તેની પાસે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
આ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ 15 માર્ચના રોજ કોસાડ સબ ડિવીઝન ઓફિસમાં જાળ બિછાવીને પાંચ હજારની લાંચ લેતા ચેતન રાણાની ધરપકડ કરી હતી.