Gj -18 (જુના સચિવાલય) ખાતે સચિવાલય બન્યું ત્યારથી પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, ત્યારે ત્રણ દાયકાથી વધારે સમયથી ઘણી જ કારો ત્યાં ભંગારમાં પડેલી છે, કોની છે ?કોણ મૂકી ગયું ? તે કોઈને ખબર નથી ,ત્યારે પાર્કિંગમાંથી હવે શેડના પતરા બાદ નવા પાર્કિંગ બનાવવા કવાયત તેજ કરી છે, ત્યારે પાર્કિંગ બનવાનું છે, કે બિલ્ડીંગ તે પ્રશ્ન કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યો છે, આટલા વર્ષોમાં ત્રણ માળિયા અને ચાર માળ સુધી જ કચેરીઓ હતી, હવે જગ્યા નો અભાવ હોવાથી આવનારા દિવસોમાં ગગનચુંબી ઈમારતો બને તો નવાઈ નહીં ,ત્યારે સૌ પ્રથમ પાર્કિંગ હટાવીને બોણી કરી છે.
સચિવાલય માં પાર્કિંગ નો પ્રશ્ન પણ પેચીદો બન્યો છે, જગ્યા ગણી છે ,પણ સાફ-સફાઈથી લઈને અનેક પ્રશ્નોનોનો અભાવ છે ,પાર્કિંગમાં પણ વર્ષોથી પડેલા વાહનો એ જગ્યા રોકી રાખી હતી, હવે આ વાહનોને પણ મુક્ત કરવા જોઈએ
બોક્સ
સચિવાલય નું પાર્કિંગ કે ભંગાર વાડો? 30 વર્ષથી ઘણી ગાડીઓ અહીંયા પડેલી છે, રાણી ધણી કોઈ લેવા આવતું નથી, હવે આ ભંગારવાડો જશે ખરો