Gj 18 ખાતે આજરોજ gj 18 ભાજપના લોકસભાના ઉમેદવાર અમિત શાહ ને જીતાડવા અત્યારથી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે ચૂંટણીનો માહોલ હજી ફોર્મ ભરાયા નથી તે પહેલા જામી ગયો છે, ભાજપનો ટેમ્પો અત્યારે હાઉસફુલ દેખાય છે, બાકી gj 18 જિલ્લામાં કેન્દ્રીય ગૃહ મંત્રી એવા અમિત શાહ દ્વારા અનેક વિકાસ કાર્યો થયા છે, જેને આભારી એવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા તમામ જગ્યાએ કેસરિયો લહેરાયો છે, gj 18 જિલ્લાની તમામ વિધાનસભાની સીટો ઉપર કેસરિયો લહેરાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરેલા કામો સ્પષ્ટ દેખાઈ આવે છે, જીજે 18 સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અમિત શાહ ના પરિવાર દ્વારા દર્દીઓના સગાઓ માટે જમવાની વ્યવસ્થા બે ટાઈમની કરી છે, અને મોટા હોદ્દેદારોથી લઈને કેન્દ્રીય મંત્રીઓ પણ અહીંયા મુલાકાત લે છે ત્યારે અગાઉ પાંચ લાખની આસપાસ જે લીડ હતી તે ડબલ લીડ થાય અને ડબલ એન્જિનની સરકાર નું બિરુદ મળે તે પહેલા હજુ ચૂંટણીના ઘણા સમય બાકી છે ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી, અગાઉ ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા જોઈએ તેટલી ભાજપની સીટ હતી નહીં. વિધાનસભામાં પણ જીજે 18 ખાતે કોંગ્રેસની ત્રણ સીટ હતી, ત્યારે હવે તમામ જગ્યાએ કેસરિયો લહેરાતા ભાજપ દ્વારા દસ લાખની લીડની ટાર્ગેટ થી ચાલી રહ્યા છે, આ પ્રસંગે ધારાસભ્ય ઉત્તરના રીટાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, શહેરના હોદ્દેદારો કાર્યકરો દ્વારા તથા મહાનગરપાલિકાના નગર સેવકો, પૂર્વ મેયર, થી લઈને અનેક લોકો રેલીમાં જોડાયા હતા, અને રેલીનો ટેમ્પો જામ્યો હતો