પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરાયો,ફરીથી મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુ ધર્મની આસ્થાની વાતો કરે છે જ્યારે બીજી તરફ અમદાવાદ શહેર ના વિરાટ નગરમાં આવેલ 100 વર્ષ જૂનું મામાદેવ મંદિર વિકાસના નામે તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કૉર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો વિરોધ કરવા મંદિરના પૂજારી, સેવકો, કોર્પોરેટર જગદીશ રાઠોડ, કોર્પોરેટર સલીમભાઈ સાબુવાલા અને પૂર્વ કોર્પોરેટર રણજીતસિંહ બારોટ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવેલ અને કોર્પોરેશનના અધિકારીઓને જણાવવામાં આવેલ કે જો ફરીથી મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.