યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં કરાયું આયોજન,ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ

Spread the love

અમદાવાદ

યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના ‘મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન’ અને ‘કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી’માં ‘મતદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાયા હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ તો, બંને સંસ્થાનોમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com