કોંગ્રેસના પરેશની ચર્ચાની રેસ, ભાજપના કાઢ્યા વેશ, રાજકારણની રોકડી ચર્ચા

Spread the love

ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરનો ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર જૂના અંદાજમાં આવી ગયા છે અને ટ્વીટર પર કવિતા સ્વરૂપે ભાજપની મઝા લઈ રહ્યા છે. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી જઈને નેતાઓ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે બીજું એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ ફરી એકવાર ટ્વીટ કરીને ચકચાર મચાવી છે. ‘શિસ્તબદ્ધ’ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ચિંતામાં મૂકાઇ છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયુ છે. આવી સ્થિતિ ઉભી થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા. હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ પોતાની સટાયર કવિતાઓ સાથે મેદાનમાં આવ્યાં છે. મહત્વનું છે કે, પરેશ ધાનાણીએ કવિતા દ્વારા ભાજપ પર પ્રહાર કર્યો છે. ધાનાણીની કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો પણ ઉલ્લેખ છે. આ સિવાય નારણભાઈ, ધડૂક, રૂપાણી, કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ છે. તેમણે ભારતીબેન શિયાળથી લઈ કે.સી પટેલ ને નિતીન પટેલની સ્થિતિને પણ કટાક્ષ સાથે કવિતામાં વર્ણવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે “કમલમ” માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004 નુ પુનરાવર્તન પાક્કુ.! કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ ” ના ” પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી. રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન “ના “. અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં ટન “ના”. અમદાવાદ પુર્વથી રોહન ગુપ્તા ની ટનાં ટન “ના”. આણંદથી ભરત સોલંકી ની ટનાં ટન “ના”. પાટણથી જગદીશ ઠાકોરની ટનાં ટન “ના”. અમદાવાદ પુર્વથી હીંમતસિહ પટેલ ની ટનાં ટન “ના”. અમદાવાદ પશ્ર્ચિમથી શૈલેષ પરમાર ની ટનાં ટન “ના”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com