સાયબર ફ્રોડથી બેન્ક ખાતા કે અન્ય રીતે નાણા મેળવવાની સતત વધતી ગુન્હાખોરીમાં એક નવા પ્રકારની સાયબર ક્રાઈમ મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. આશરે 5000 જેટલા ભારતીયોને કમ્બોડીયા, સાયબર-સ્લેવરી (ગુલામી)માં કેદ કરી તેમના મારફત ભારતમાં રૂા.500 કરોડનું સાયબર ક્રાઈમ કરાયું હોવાનો ધડાકો થતા જ વિદેશ મંત્રાલય એકશનમાં આવી ગયું છે.
આ 5000 ભારતીયોને મુક્ત કરાવવાનું ઓપરેશન બહુ જલ્દી હાથ ધરાશે. એક અહેવાલ મુજબ 5000થી વધુ ભારતીયો કમ્બોડીયામાં ફસાયા છે. તેઓને ગેરકાનુની રીતે આ દેશમાં રખાયા છે અને તેની પાસે હવે ભારત સહિતના દેશોમાં ઓનલાઈન સાયબર ક્રાઈમ કરવામાં આવી રહ્યું છે.
આ તમામ છેલ્લા છ માસથી કમ્બોડીયામાં ‘કેદ’ છે અને તેમના મારફત રૂા.500 કરોડના સાયબર ક્રાઈમને અંદાજ અપાયા છે. આ અંગે કેન્દ્રના ગૃહ, વિદેશ તથા આઈટી મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી.
હવે પહેલા કમ્બોડીયામાં જે 5000 ભારતીયો ફસાયા છે તેમને ઉગારવાની કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો છે અને હવે એક તપાસ ટીમ રચીને તેના મારફત કાર્યવાહીની તૈયારી છે.