પીરાણા ખાતે રીક્ષાની છત પર બેસીને જાહેર રોડ પર બેદરકારી પૂર્વક સ્ટંટ બાજી કરતા યુવકનો વાયરલ થયેલ વિડીયો આધારે રીક્ષા ચાલક પકડાયો

Spread the love

જગદિશ વિનુભાઇ ઠાકોરનું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ રદ્દ કરવા RTO અધિકારીને રીપોર્ટ કરાયો

અમદાવાદ

સોશિયલ મીડીયા તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ એક વીડીયો વાયરલ થયેલ હોય જે વીડીયો જોતા એક મોડી ફાઇડ રીક્ષા નં. GJ-27-Y-7754 નો ચાલક ઇસમ પોતાના કબ્જાની સદર રીક્ષા પંચરત્ન આર્કેડ પીરાણા ખાતે રીક્ષાની છત પર બેસીને જાહેર રોડ પર બેદરકારી પૂર્વક સ્ટંટ બાજી કરતો હોવાનું જણાઇ આવેલ હોય જે વીડીયો આધારે સદર ઓટો રીક્ષા ચાલક જગદિશ વિનુભાઇ ઠાકોર ઉ.વ.૨૨ રહે. ઠાકોર વાસ ગામ-કમોડ, તા-દસક્રોઇ,જી-અમદાવાદ નાનો હોવાનું જણાઇ આવેલ હોય જેથી સદરી ઇસમની વિરૂધ્ધ “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ સદર ઓટો રીક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા વાહન ચાલક જગદિશ વિનુભાઇ ઠાકોર નું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ સદર ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO અધિકારીશ્રીનાઓને રીપોર્ટ કરવામાં આવેલ છે.

આમ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે. ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે.અને શહેરના તમામ નાગરીકોને નમ્ર વિનંતી છે કે આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

કામગીરી કરનાર પોલીસ કર્મચારી

(૧) અ.પો.કો યુવરાજસિંહ ખુમાનસિંહ બ.ન.૯૮૬૨

(૨) અ.પો.કો મહિપતસિંહ ધિરુભા બ.નં.૧૧૯૬૨

(૩) અ.પો.કો. હરદેવસિંહ દિપસંગભાઇ બ.ન. ૧૧૭૧૭

(૪) અ.પો.કો. રાજેન્દ્રભાઈ રમેશભાઈ બ.નં.૧૨૩૭૭

(૫) અ.પો.કો. રાજેશકુમાર મથુરભાઇ બ.નં.૧૧૫૯૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com