આચારસંહિતા લાગુ થયા બાદ આંગડિયા પેઢીઓએ દ્વારા ગુજરાતમાં રોકડના મોટા વ્યવહારો બંધ કર્યા છે. જ્યારે નાના રોકડના વ્યવહારો જીએસટી સાથે ચાલુ રાખવામાં આવ્યા છે. જેમાં ૫૦ હજારથી ઓછી રકમના રોકડના વ્યવહારો રસીદો સાથે જીએસટી લઇને ચાલુ રાખવામાં આવ્યા છે. જો કે, બે લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં મોકલવા માટે પહેલા બસો રૂપિયા હતા તે અત્યારે રૂા.૪૦૦ થી ૪૫૦ લઇ રહ્યા છે. કેટલાક આંગડિયા પેઢી દ્વારા ચૂંટણી સુધી મોટી રકમ લઇ જવાની ચોખી ના પાડી રહ્યા છે. જ્યારે કેટલાક આંગડિયા પેઢી મોટી રકમ ત્રણ થી ચાર તબક્કામાં લઇ જવાની તૈયારી બતાવીને તગડી રકમ વસૂલવાની ચાલુ કરી રહ્યા છે. આંગડિયા પેઢીના જણાવ્યા મુજબ નાના વેપારીઓને મુશ્કેલીના પડે અને વેપારી અને આંગડિયા પેઢીઓ ચાલુ રહે તે માટે નાના રોકડના વ્યવહારો લોકસભાની ચૂંટણીમાં ચાલુ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરરોજના રોકડના ૮૦૦ કરોડના રોકડના વ્યવહારો મોબાઇલ પર દેશભરમાં ટ્રાન્સફર થતા હતા. અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે ૨૦૦ થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે. ગુજરાતમાં આંગડિયા પેઢીઓના દૈનિક કારોબાર આશરે ૫૦૦ કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણા મોકલવાનું અને બહારગામથી નાણા લાવવાનું કામકાજ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ઇલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઇડ લાઇનના પગલે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ત્યારે આંગડિયા પેઢીની માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેપારીઓના ધંધાના મોટાભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. અમદાવાદમાં દરરોજના આશરે ૨૦૦ કરોડના વ્યવહારો થતા હશે.
જ્યારે ગુજરાતના આશરે ૮૦૦ કરોડની આસપાસના વ્યવહારો થતા હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીના પગલે હાલમાં રૂા. ૫૦ હજારની અંદરના રોકડના વ્યવહારો રસીદ અને જીએસટી સાથે કરવામાં આવી રહ્યા છે. જ્યારે મોટા રોકડના વ્યવહારો બંધ કરી દીધા છે. બીજી તરફ કેટલાક આંગડિયા પેઢીઓ ખાનગીમાં મોટી રકમના વ્યવહારો ડબલ રૂપિયા મેળવીને કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરરોજના રોકડના ૮૦૦ કરોડના રોકડના વ્યવહારો મોબાઇલ પર દેશભરમાં ટ્રાન્સફર થતા હતા. અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે ૨૦૦ થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે. ગુજરાતમાં આંગડિયા પેઢીઓના દૈનિક કારોબાર આશરે ૫૦૦ કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણા મોકલવાનું અને બહારગામથી નાણા લાવવાનું કામકાજ કરી રહ્યા છે.