લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે,
જેમાં ગુજરાતના ત્રણ ઉમેદવારોના નામ છે. સુરેન્દ્રનગરથી
ઋત્વિક મકવાણા, જુનાગઢથી હિરાભાઈ જોટવા, વડોદરાથી
જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હવે કોંગ્રેસના 4
ઉમેદવારો જાહેર થવાના બાકી છે.
સુરેન્દ્રનગર સીટ પરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જશપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે. ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
જ્યારે જૂનાગઢ સીટ માટે જાહેર કરાયેલા હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણી કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો. આ ઉપરાંત વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પાદરા સીટ પર તેમનો ભાજપ સામે 6,178 મતથી હાર થઈ હતી.