વિદ્યાર્થીના હિતમાં શિક્ષક આકરા પગલા લેતા હોય છે, શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત ઘણું મહત્વનું છે : ગુજરાત હાઈકોર્ટ

Spread the love

ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં કાર્યવાહી આત્મહત્યા દુષ્પ્રેરણાનું કારણ નથી. કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં શિક્ષક આકરા પગલા લેતા હોય છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત ઘણું મહત્વનું છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2016ના કેસમાં ચુકાદો આપ્યો હતો.કોર્ટે કહ્યું હતું કે સંવેદના પરિવાર સાથે પણ નિર્દોષને સજા વ્યાજબી નથી.

વાસ્તવમાં વર્ષ 2016માં સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થીને તેના ભણતર સંબંધે લાફો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને કોઇ કારણોસર ખોટું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે કોર્ટે કહ્યું હતું કે કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી નહી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.

અગાઉ ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ખાનગી સ્કૂલોમાં સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર છે. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજનો હુમલ જાળવી રાખ્યો છે. સિંગલ જજના ચુકાદા પ્રમાણે ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં. ખાનગી શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. જોકે ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વિના ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી ખાનગી શાળાનું લીઝ અને રેન્ટનો ખર્ચ નકારી શકે નહીં.

ફી રેગ્યુલેટરી કમિટી અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેર વ્યાજબી રીતે એ ખર્ચને નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળાની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે.

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે. આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ.

ખાનગી શાળાઓ રિઝનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં.

ખાનગી શાળાઓ એ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે છે. ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરી કરિક્યુલમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com