ગુજરાતમાં ઘણા એવા ધારાસભ્યો છે કે અમુક કામો તથા અમુક તેમનામાં રહેલી જિજ્ઞાસાઓ બહાર લાવતા હોય છે, અગાઉ ભાજપમાં મહેન્દ્ર મશરૂ હતા જેઓ એસટી બસમાં મુસાફરી કરતા હતા, પગાર ભથ્થું લેતા ન હતા, કનુ કલસરિયા તેઓ પણ એક સેવાભાવી હતા, ત્યારે બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને પોતે અધિકારી તરીકે પણ નોકરી કરી ચૂકેલા ડોક્ટર સીજે ચાવડા વિજાપુર ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પોતે હાલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે, વિજાપુરના અનેક ગામોમાં કોઈ મરણ થયું હોય અથવા માતાજીનો નાનો મોટો પ્રસંગ હોય તો મોટા મોંઘાદાટ કલાકારોને લાવવા કરતા વિજાપુરનો સેવક એવા ધારાસભ્ય મફતમાં ભજન ગાવા આવે છે અને માર્કેટ પણ ફૂલીયું ફાલ્યું છે, ત્યારે ડોક્ટર સી જે ચાવડા ની માંગ ગામડાઓમાં વધતી જાય છે, ઘણા તો બુકિંગ કરાવેલા છે, ત્યારે ધારાસભ્ય માંથી રાત્રે ભજનકાર બની જતા અનેક લોકોને ભ જનમાં ડોલાવે છે, ત્યારે એકવાર આ પ્રજાના સેવક એવા ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા અને હાલ ભાજપ માંથી ધારાસભ્યની ચૂંટણી લડી રહેલા સીજે ચાવડાને ગામડાઓમાં એક નવી ઓળખ ઊભી થઈ છે, બાકી સીજે વગાડે ડીજે, ભજન વાગે બધે બીજે, વિરોધીઓ ભલે રીજે, બાકી હાલ માર્કેટમાં cj..cj..