વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક કલ્પ કનક પંડ્યાએ ત્રણ યુવતી અને એક યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ ચોમલનું મોત થયું હતું. પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અકોટા પોલીસે કલ્પને કોર્ટમાં રજૂ કરી તે દારૂ ક્યાંથી અને કોણી પાસે લાવ્યો હતો?.તેવા મુદ્દા રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે અકસ્માતને લઈ ક્લપની પૂછપરછમાં તેણી મંગેતર સાથે બોલાચાલી થતી હોવાના દરમિયાન અકસ્માત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.