સુરત લોકસભા બેઠક પરથી આખરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. 3 ટેકેદારો ગાયબ હતા જે રવિવારની સુનાવણીમાં પણ હાજર નહોતા થયા. હવે લોકોને એ જાણવામાં રસ છે કે નિલેશ કુંભાણી કોણ છે? વર્ષ 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું તે પહેલાં નિલેશ કુંભાણીને કોઇ ઓળખતું નહોતુ. પરંતુ આંદોલનને કારણે કુંભાણી ચર્ચામાં આવ્યા હતા.નિલેશ કુંભાણી રીઅલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને વરાછા વિસ્તારમાં હોટલો છે.
નિલેશ કુંભાણીની સૌરાષ્ટ્રમાં રાજુલામાં સીંગ દાણાની ફેકટરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.વર્ષ 2015માં કોંગ્રેસની ટિકીટ પર સુરત કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એ પછીની કોર્પોરેશન અને વિધાનસભાની બંને ચૂંટણીમાં કુંભાણીની હાર થઇ હતી. હાર્દિક પટેલ અને passને ફડિંગ કરવામાં પણ કુંભાણીની ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે.