દેશના કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેણે સવારે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે પોસ્ટ પર તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે પણ વાતચીત કરી હતી.
સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાન સિયાચીન ગ્લેશિયર પર તમે જે રીતે દેશની રક્ષા કરી છે તેના માટે હું તમને અભિનંદન આપું છું. સિયાચીનની ભૂમિ કોઈ સામાન્ય જમીન નથી. તે દેશની સાર્વભૌમત્વ અને વિરતાનું પ્રતીક છે.
રાજનાથ સિંહે બેઝ કેમ્પ ખાતે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, સિયાચીન આપણા રાષ્ટ્રીય સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે, મુંબઈ આપણી આર્થિક રાજધાની છે અને આપણી તકનીકી રાજધાની બેંગલુરુ છે. સિયાચીન એ ભારતની વીરતા અને બહાદુરીની રાજધાની છે.