મધ્ય પ્રદેશના શિવમ નામનો માણસ ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરતા ઝડપ્યો
અમદાવાદ
એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળેલ કે, મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખી તા. 25/04/2024ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવનાર છે.જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના પો.સ.ઈ. વી. આર. જાડેજા તથા વી.એન.ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા. જે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડતી કરતા શિવમ @ શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-૦૫ તથા પિસ્ટલના કારતૂસ નંગ-૨૦ મળી આવેલ. ત્યારબાદ તેઓના વિરૂધ્માં એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરી તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇંદ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રિજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડ્યા હોવાની વિગતો ઉજાગર થયેલ. જે બાદ પો.સ.ઈ. શ્રી વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પો.સ.ઈ. શ્રી આર. આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી વધુ ૨૦ પિસ્ટલો તથા ૭૦ રાઉન્ડનો જથ્થા સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરેલ.સદર ઈસમો વિરૂધ્ધ ગુજરાત એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ગેરકાયદેસર રીતે હથિયારો સપ્લાયના ધંધામાં અન્ય કઈ-કઈ વ્યક્તિઓ સામેલ છે એ અંગે વધુ તપાસ હાલ ચાલુ છે.