ગુજરાતમાં આ વખતે ભાજપનું લક્ષ્‍ય ટોપ 18 બેઠકો પર 2 લાખ કરતા વધુ અંતરથી જીત મેળવવાનું

Spread the love

ગુજરાતમાં તમામ 25 બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થશે.સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિન હરીફ થયા છે. ગુજરાતમાં 2019 લોકસભા ચૂંટણીમાં 64.5, 2014માં 63.6 અને 2009માં 47.9 ટકા મતદાન થયું હતું.

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ક્લીનસ્વીપ કરતા તમામ 26માંથી 26 બેઠક જીતી છે. આ વખતે પણ તમામ બેઠક પર ભાજપ મજબૂત છે. આ વખતે પાર્ટીનું લક્ષ્‍ય ટોપ 18 બેઠકો પર 2 લાખ કરતા વધુ અંતરથી જીત મેળવવાનું છે.

બાકી 12 બેઠક પર જ્યાં ગત વખતે 75 હજારથી 1.5 લાખનું અંતર હતું, ત્યાં તેને વધારીને 2-3 લાખ પર લઇ જવાનો છે. ભાજપનો સંકલ્પ એવો પણ છે કે નવસારીમાં સીઆર પાટિલની બેઠક પર 8 લાખ અને અમિત શાહની ગાંધીનગર બેઠક પર 10 લાખ કરતા વધુ અંતરથી જીત મેળવવાનો છે. 2019 લોકસભા ચૂંટણીમાં સીઆર પાટિલ 6.89 લાખ મતથી જીત્યા હતા જે દેશની સૌથી મોટા અંતરથી જીત ધરાવતી બેઠક હતી.

આ બેઠક કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલની પારંપરિક બેઠક રહી છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠક વહેંચણીમાં આ બેઠક આમ આદમી પાર્ટીના ભાગમાં આવી છે. કોંગ્રેસ ઇચ્છતી હતી કે અહેમદ પટેલના પરિવારના કોઇ વ્યક્તિને આ બેઠક મળે પણ AAP પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે. ચૈતર વસાવાની સામે ભાજપના 6 વખતના સાંસદ મનસુખ વસાવા છે. ચૈતર વસાવાની આદિવાસીઓમાં સારી પકડ છે.મનસુખ વસાવા પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે. ભરૂચ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે ટક્કર છે. ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોરની છબી પાવરફુલ નેતાની છે અને તેમનો સ્થાનિક સંપર્ક ઘણો મજબૂત છે. બનાસકાંઠા બેઠક પર લોકસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળી શકે છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો પર આપવામાં આવેલા નિવેદનનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. રાજકોટ બેઠક પર ભાજપે પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રાજકોટ બેઠક પર ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે અને તેમની ટિકિટ કાપવાની છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યાં હતા. જોકે, ભાજપે રૂપાલાની ટિકિટ કાપી નથી જેનો વિરોધ થઇ શકે છે. રૂપાલાના વિરોધનો ફાયદો કોંગ્રેસને થઇ શકે છે.

ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે સમજૂતિ હેઠળ પોતાનો ઉમેદવાર ઉભો કર્યો છે. ભાવનગર બેઠક પર ભાજપે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે જ્યારે AAPએ ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. ભાવનગર બેઠક પર રૂપાલાને લઇને ક્ષત્રિયોના વિવાદની સીધી અસર પડી શકે છે.

જૂનાગઢને લઇને ઉમેદવારનો વિરોધ ઘણો મજબૂત છે. ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. રાજેશ ચુડાસમા એક ડૉક્ટરની હત્યા સાથે જોડાયેલા કેસમાં ચર્ચામાં રહ્યાં હતા. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે હિરા જોટવાને ટિકિટ આપી છે.

વલસાડ (ST) બેઠક છે. વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં જ અનંત પટેલ માટે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધી હતી. અનંત પટેલની આદિવાસીઓમાં સારી એવી પકડ છે અને મજબૂત જનાધાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ધવલ પટેલની પણ આ વિસ્તારમાં સારી એવી પકડ છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવાનો મુદ્દો ચર્ચામાં હતો. આ બેઠક પર પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પણ અટકને લઇને વિવાદ ઉભો થયો હતો. ભીખાજી ઠાકોરને બદલીને ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપી હતી જેનો વિરોધ થયો હતો.

અમરેલી બેઠક પર કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે જ્યારે ભાજપે ભરતભાઇ સુતરિયાને ઉમેદવાર બનાવ્યા છે. અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવતા નારાજગી જોવા મળી રહી છે. કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે ભરત સુતરિયાને ક્યા મેરિટના આધારે ટિકિટ આપવામાં આવી છે. અમરેલી ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ જેનીબેન ઠુંમર પૂર્વ ધારાસભ્ય અને સાંસદ વીરજી ઠુંમરના પુત્રી છે જેનો પણ તેમને ફાયદો મળી શકે છે. જેનીબેન ઠુંમર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. જેનીબેન ઠુંમર લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને શિક્ષિત મહિલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com