ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરતો પત્ર લખ્યો, વાંચો આખો પત્ર….

Spread the love

પરશોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિય સમાજે દરેક જિલ્લામાં ભાજપનો ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યાં સુધી કે ભાજપના કાર્યક્રમો અડધા આટોપી લેવા પડે છે અથવા તો કાર્યક્રમના સ્થળ બદલવા પડે છે. ક્ષત્રિય સમાજના આવા જલદ વિરોધને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રયાસો ચાલુ કર્યા છે.

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટું નામ ધરાવતા ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે પ્રખર રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે.

અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ? આપણા પૂર્વજો કોણ હતા ? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ? ઈતિહાસ સાક્ષી છે કે આ દેશને જોડવા માટે, દેશની એકતાને અખંડિત રાખવા માટે આપણા પૂર્વજોએ દોમ- દોમ સાહ્યબીથી છલકાતા રજવાડા ભારતમાતાને ચરણે અર્પણ કરી આ ભવ્ય ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

આપણા ઇતિહાસમાંથી આપણને એક જ શીખ મળે છે કે સાચો ક્ષત્રિય કોઈ ‘વાદ’- ‘વિવાદ’માં માનતો નથી. ક્ષત્રિયોને માટે તો એક જ વાદ, અને એ આપણો ‘રાષ્ટ્રવાદ’. આપણા માટે એક જ મંત્ર છે- એ છે ‘રાષ્ટ્ર પ્રથમ’નો મંત્ર. આપણે સૌએ એ વિચાર કરવાની જરૂર છે કે અત્યારે આ દેશને કોની જરૂર છે? આપણી એ પરંપરા છે કે જે આ દેશ માટે લડશે ક્ષત્રિયો એના માટે માથા આપી દેશે. આ પરંપરાને અખંડિત રાખવા માટેનો આ સુવર્ણસમય છે. આ પત્ર દ્વારા હું બે હાથ જોડીને સામાજિક આહ્વાન કરું છું. ક્ષત્રિય- રાજપૂત સમાજના એક દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે કોઈ એક ઘટનાને કારણે આખા દેશના ભવિષ્યને આપણે જોખમમાં મૂકીશું, તો શું આવનારી પેઢી આપણને માફ કરશે? આપણે તો ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ સૂત્રને સાકાર કરનારા સમાજમાંથી આવીએ છીએ. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે કે જેમાં ક્ષત્રિયોએ પોતાની ખાનદાની અને સંસ્કારનું દર્શન કરાવી ક્ષમા આપી છે. શૌર્ય, ધીરજ અને હદયની વિશાળતા એ આપણા ક્ષત્રિય સમાજની મૂળ ઓળખ છે. આ ઓળખને જાળવી રાખવા માટે પણ આપણે નાના- મોટા વિવાદોને ભૂલી દેશના વ્યાપક હિતમાં વિચારવું રહ્યું.

“જ્યારથી હું જાહેરજીવનમાં આવ્યો છું ત્યારથી હું માન. નરેન્દ્રભાઈનો સમર્થક રહ્યો છું. માન. નરેન્દ્રભાઈ પ્રત્યે મને અપાર લાગણી અને પ્રેમ છે. તેનું એકમાત્ર કારણ એ છે કે માન. નરેન્દ્રભાઈ મોદી પ્રખર રાષ્ટ્રભક્ત છે. તેમની અપાર રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને નિષ્ઠા એ આપણા સૌ માટે પ્રેરક છે. હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમર્થક રહેવાનો છું. આપણા સ્વાભિમાન, આપણા ગૌરવ અને આપણા ક્ષાત્રત્વને ઉજાગર કરતા અનેક કાર્યો માન. નરેન્દ્રભાઈ મોદી અને માન. અમિતભાઈ શાહના નેતૃત્વમાં પૂર્ણ થયા છે.

કેસરી-ભગવો રંગ એ આપણા ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આપણા સૌના હદયમાં પણ ભગવો બિરાજમાન છે. મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે મારો ક્ષત્રિય સમાજ નાની- મોટી ભૂલોને ભૂલીને આ કેસરી રંગની રક્ષા માટે, પોતાના વિસ્તારમાંથી કમળને ચૂંટીને આ દેશ માટે તેનું ઋણ અદા કરશે. માન. નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કરી આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com