તેરી છોકરી કા પોર્ન વિડીયો વાયરલ કર દુંગા તો કિસી કો મુહ દિખાને લાયક નહિ રહેગી, ધમકીથી મહિલાએ પોલીસ ફરીયાદ કરી…

Spread the love

અમદાવાદના શાહપુરમાં પડોશી યુવક પુત્રીનો જે પોર્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષથી બિભત્સ માંગણી કરતો હતો. એટલું જ નહી મહિલાનો પીછો કરીને બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરતો હતો. મહિલાએ તેના પિતાને વાત કરતા તેને પણ પુત્રને છાવરતા હતા. આ બનાવ અંગે શાહપુર પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાહપુરમાં વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતો યુવક છેલ્લા બે વર્ષથી હેરાન કરીને બિભત્સ માંગણી કરતો હતો. તેમજ મહિલાની પુત્રીનો પોર્ન વિડીયો પોતાની પાસે હોવાની વાત કરીને આ વિડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને પીછો કરીને બિભત્સ ચેનચાળા અને ઇશારા કરીને છેડતી કરતો હતો.

તારીખ 21ના રોજ સાંજે તુંમ્હે મેરે સાથ હોટલ મે આકે મેરે સાથ રહેના હૈ મે ને તેરે કુ કહા થા હોટલ મે કબ જાના હૈ વરના મે તેરી છોકરી કે પોર્ન વીડિયો જો મેરે ફોન મે સેવ હૈ ભુલ સે વો મેને વાયરલ કર દીયા તો પુરે મોહોલ્લે મે કીસી કો મુંહ દિખાને કે લાયક ભી નહી રહેગી તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તા 22 એપ્રિલે રાતના સમયે મહિલા ઘર પાસે હતી ત્યારે શખ્સે જઇને તારી પુત્રીનો પોર્ન વીડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપીને બિભત્સ માંગણી કરી હતી. બનાવ અંગે મહિલાએ યુવકના પિતા વાત કરતા તેને પણ પુત્રને સાથ આપ્યો હતો. આ અંગે મહિલાએ પિતા-પુત્ર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com