કોવીશિલ્ડ વેકિસંન મામલે ગઇકાલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ કોવિશીલ્ડ વેક્સીન લેનારા લોકોમાં લોહી જાડું થવાની કે લોહીના ગઠ્ઠા થવાની આડ અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, માણસનું જીવન અમૂલ્ય જીવન છે. કોરોના કાળમાં બધા લોકો ચિંતિત હતા એટલે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું.
Who એ ચેતવ્યા હતા કે, આડઅસરોની કાળજી રાખવામાં આવે અને વેક્સિન આપ્યા બાદ હેલ્થ પેરામીટરમાં શું ફેર આવ્યા તેની ચકાસણી કરવામાં આવે. પરંતુ આપણા દેશમાં વેક્સિન બાદ હેલ્થ પેરામીટરનું ચેકીંગ જ કરવામાં ના આવ્યું. આટલું જ નહીં તેના ડેટા પણ રાખવામાં ના આવ્યા કોઈ મૃત્યુ થયા તો પણ તે અંગે ચકાસણી કરવામાં ના આવી. Who એ એક ઇમરજન્સી ગાઈડલાઈન બહાર પાડી હતી.
સરકારે તે માટે પણ કોઈ ચિંતા કરી નહીં. સાંસદમાં મે અને અમી યાજ્ઞિકે ઝીરો અવરની નોટિસ આપી હતી. તેની પણ વેલ્યુ તેમાં કરવામાં ના આવી.