રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જૂના ડબ્બામાં ખાદ્યતેલ ભરવાનું અટકાવવા માટે પરિપત્ર બહાર પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની ઓફિસરોને સુચના આપતા આ બાબતે રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના સમીર શાહે ફુડ સેફટી વિભાગના કમિશ્નરને પત્ર પાઠવી આ પરિપત્રના કડક અમલ પૂર્વે એસો.સાથે બેસી સર્વમાન્ય નીતિ ઘડી તબક્કાવાર અમલ કરવા અને હાલના તબકકે આ કડક કાર્યવાહી અટકાવવા માંગણી કરી છે.
ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે ફુડ સેફટી વિભાગના કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુના ડબામાં ખાદ્યતેલ ભરાતુ અટકાવવા ઓફિસરોને સુચના આપી કડક કાર્યવાહીની સુચના આપી છે. ત્યારે ખાદ્યતેલ નવા ડબાઓમાં જ પેક કરવું જોઈએ તેવો કાયદો બિનજરૂરી છે.
નાના એકમો રિસાઈકલ્ડ ટીનમાં ખાદ્યતેલ ચોકસાઈ રાખીને પેક કરે છે. કયારેક ખાલી ડબા પર કાટ દેખાય તો તે માત્ર બહારની આઈડ જ હોઈ અંદરના ભાગમાં એકવાર તેલનો સંપર્ક થયો હોવાથી કાટ લાગવાની શકયતા નહીવત છે. ફરસાણ બનાવનાર હોટલો રેસ્ટોરન્ટ વિ.માં.જુના ડબા તુરત જ ખાલી થતા હોવાથી તેલની ગુણવતા સમયગાળે ઘટવાની શકયતા નથી માટે તાત્કાલીક અસરથી રિસાઈકુલ્ડ ટીનનો ઉપયોગ બંધ કરવો બિનજરૂરી છે.12 માસ શીંગતેલ ભરવાની મોસમ સમયે ખાલી નવા ડબા યુનિટો ઓર્ડર મુજબ પુરા પાડવામાં સક્ષમ નથી આવા એકમો વધુ ઉત્પાદત લેવાની લ્હાયમાં ફીટીંગની જરૂરી ચોકસાઈ રાખતા નથી માટે આવા જડ નિયમો કડક અમલ શકય નથી ડબાની બિનઉપલબ્ધીને કારણે ખાદ્યતેલનું વેંચાન ખોરવાઈ જવાની શકયતા છે. જુના ડબામાં મળતુ તેલ નવા ડબાની કિંમત કરતા રૂ।0 થી 70 સસ્તુ મળે છે.
ઘર વપરાશમાં ખાલી થતા ડબાના રૂ।5 થી 30 મળે છે જો રિસાઈકલ્ડ ટીનનો વપરાશ અટકી જાય તો આ ખાલી ડબાનો વપરાશકારોને કોઈ ભાવ જ આવે આમ વપરાશકારોને બેવડો માર પડે આ કાયદાનો કડક અમલ કરાવતા પહેલા એસો સાથે બેસી ઉદ્યોગ વિભાગના અધિકારીઓને સાથે રાખી સર્વમાન્ય નીતિ ઘડી તબકકાવાર અમલ કરવા અને હાલના તબકકે આ કાયદાનું પાલન થતું અટકાવવા અંતમાં સંગઠત પ્રમુખ સમીર શાહે માંગણી ઉઠાવી છે.