સુપર વિઝા જોઈએ છે?..તો જાણી લો નિયમ, કેમ કરવી અરજી…

Spread the love

આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર અલગ અલગ પ્રકારના વિઝા ઈશ્યૂં કરે છે. જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. સુપર વિઝા પણ તેમાંથી એક છે.એવામાં હાલ કેનેડામાં રહેતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

કેનેડા 21 મેથી પેરેન્ટ્સને 35,700 સુપર વિઝા મોકલવા માટે તૈયાર છે. હવે જે લોકો 2020માં એમના માતાપિતા અને દાદા-દાદી સુપર વિઝા માટે ફોર્મ સબમિટ કર્યું હોય એમની માટે આ સમાચાર કામના છે. સાથે જ જે લોકોએ ફોર્મ સબમિટ નથી કર્યું એ લોકો પાસે પણ હજુ તેમના માતાપિતા અને દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક છે.

જે લોકો કેનેડામાં સ્થાયી છે એટલે કે જે લોકો પાસે કેનેડામાં પરમેનેન્ટ રેસિડન્ટ છે એ લોકો તેના માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાનીને કેનેડા એમની પાસે રહેવા બોલાવી શકે છે. જણાવી દઈએ કે આ વિઝા સાથે પરેન્ટ્સ કે ગ્રાન્ડ પરેન્ટ્સ કેનેડામાં 5 વર્ષ સુધી ત્યાં રહી શકે છે. સાથે જ તેને બે વર્ષ માટે એક્સ્ટેન્ડ કરી શકાય છે.

જણાવી દઈએ કે આ સુપર વિઝાએ ટેમ્પરરી વિઝા છે જેમાં માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાની પરિવાર સાથે રહેવા માટે નિર્ધારિત વર્ષો સુધી રહેવા જઈ શકે છે. જેમાં 5 વર્ષ સુધી સ્ટે અને 10 વર્ષ સુધી મલ્ટિપલ એન્ટ્રી મળે છે.

અરજી કરનાર કેનેડાના પરમેનેન્ટ રેસિડન્ટ અથવા રહેવાસી જોવા જોઈએ

બાયોલોજિકલ અથવા તો એડોપ્ટેડ બાળકો સ્પોન્સર તરીકે અરજી કરી શકે

સ્પોન્સર કરનાર માટે જરૂરી આવક કે નિર્ધારીત માપદંડની આવક હોવી જોઈએ

એક વ્યક્તિ માટે વાર્ષિક આવક 27,514 ડોલર, બે વ્યક્તિ માટે 34,250 ડોલર જરૂરી

ત્રણ વ્યક્તિ માટે 42,100 ડોલર અને ચાર વ્યક્તિના પરિવાર માટે 51,128 ડોલરની આવક જરૂરી

પાંચ વ્યક્તિનો પરિવાર સુપર વિઝા ઈચ્છતા હોય તો વાર્ષિક આવક 57,988 ડોલર હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com