એક વખત ફરી કોરોનાના એક નવા વેરિએન્ટ FLiRTએ લોકોને ડરાવ્યા છે. કોરોના વેક્સીન લગાવ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે હવે આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા વેરિએન્ટ પર કોરોના વેક્સીનની પણ અસર નથી થઈ રહી.
અમેરિકામાં FLiRTના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સીડીસીએ આખા અમેરિકામાં FLiRT COVID-19 વેરિએન્ટમાં વધારાનો રિપોર્ટ આપ્યો છે.જેમાં KP.2 સ્ટ્રેનના દર્દીની સંખ્યા સૌથી વધારે છે.
સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આખા અમેરિકામાં COVID-19ના નવા વેરિએન્ટની સાથે મળીને એક નવા વેરિએન્ટના રૂપમાં ફેલાઈ રહ્યો છે. આ આખા ગ્રુપને અમેરિકાના સાયન્ટિસ્ટે FLiRTનું નામ આપ્યું છે. તેમાંથી KP.2 વેરિએન્ટ સૌથી વધારે ફેમસ છે.FLiRT કોરોનાના નવા વેરિએન્ટથી મળીને બનાવ્યું છે.
FLiRT વેરિએન્ટ, ઓમીક્રોનના JN.1ની ફેમિલીથી સંબંધિત છે. આ અમેરિકામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા ઓમીક્રોન વેરિએન્ટની તુલનામાં આ વધારે સંક્રામક થતો જઈ રહ્યો છે. તેમાં KP.2 અને KP 1.1 પણ છે જે ચિંતાનું કારણ છે. નિષ્ણાંતો અનુસાર આ ઉનાળામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેના પર રિસર્ચ કરનાર સાયન્ટિસ્ટોનું કહેવું છે કે સમય રહેતા તેને રોકવા જરૂરી છે કારણ કે આ નવી લહેરનું રૂપ લઈ શકે છે.
FLiRTના લક્ષ્ણ અન્ય વેરિએન્ટના જેવા છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ભલે હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઓછા આવી રહ્યા છે. પરંતુ દુનિયા અને દેશભરમાં તાપમાન વધવાની સાથે સંક્રમણની સંખ્યા વધવાની આશંકા છે.
FLiRTના લક્ષ્ણ
- તાવની સાથે ઠંડી લાગવી કે ફક્ત તાવ આવવો
- સતત ખાંસી આવવી
- ગળુ ખરાબ થવું
- નાક બંધ થવું કે નાક વહેવું
- માથામાં દુખાવો
- મસલ્સમાં દુખાવો
- શ્વાસ લેવામાં મુશ્કેલી
- થાક
- સ્વાદ કે પછી કોઈ પણ વસ્તુની ગંધ ન આવવી
- સાંભળવાનમાં મુશ્કેલી
- ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યા (જેમ કે પેટ ખરાબ રહેવું, હલ્કા ઝાડા, ઉલ્ટી)