તાજેતરમાં વડોદરાની ખાનગી કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ટોકન ભાવે સરકારે કંપનીને ફેક્ટરી માટે જમીન આપી હતી. કંપની દ્વારા શરતોનો ભંગ કરીને મશીનરી વેચી દેવામાં આવી હતી. નિયમ ભંગ કર્યા બાદ જમીનના હેતુફેર માટે અરજી કરી હતી. જેની સામે સિંગલ જજના ચુકાદાને ખંડપીઠે રદ્દ કર્યો છે.આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટનો દુરગામી અસરવાળો ચુકાદો માનવામાં આવી રહ્યો છે.
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાની કંપની દ્વારા સરકાર પાસેથી ફેક્ટરી નાંખવા માટે કિફાયતી ટોકન ભાવે જમીન લેવામાં આવી હતી. જે બાદ કંપની સંચાલકો દ્વારા શરતોનો ભંગ કરીને મશીનરી વેચી દેવામાં આવી હતી. નિયમ ભંગ કર્યા બાદ કંપની સંચાલકો દ્વારા કોર્ટમાં હેતુફેર માટે અરજી કરવામાં આવી હતી. આ મામલે સિંગલ જજે સરકારને આદેશ આપ્યો હતો. જેની સામે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. તાજેતરમાં સિંગલ જજના ચુદાકાને ખંડપીઠે રદ્દ કર્યો છે. અને જણાવ્યું કે, જમીનના 50 ટકા કિંમત ચૂકવે તો હેતુફેર શક્ય. આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટનો દુરગામી અસરવાળો ચુકાદો માનવામાં આવી રહ્યો છે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી જણાવે છે કે, આ ચુકાદો ઘણો મહત્વનો છે. લર્નેડ સિંગલ જજના ચુકાદા પ્રમાણે આ જમીન વેચવા દેવાની પરવાનગી આપી દેવા જેવી હતી, તેને હેતુફેર કરીને બીજુ ડેવલોપમેન્ટ કરવાની પરવાનગી આપી દેવા જેવી હતી. અમારૂ કહેવું તેમ હતું કે, જે હેતુંથી આપ્યું હતું. તે હેતુમાં એક શરત હતી, તમે જ્યારે વેચશો કે કંઇ પણ કરશો ત્યારે જે નફો થાય તેમાંથી 50 ટકા નફો સરકારના આપવાનો. સરકારે તે સમયે તમને કિફાયતી ભાવે આ જમીન ફેક્ટરી ડેવલપ કરવા માટે આપી હતી. ફેક્ટરી તમે ડેવલપ કરી શક્યા નથી. અને પ્લાન્ટ અને મશીનરી વેચી દીધા છે. આજે ડિવીઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે, સરકારને આ પરવાનગી નહિ આપવા માટેના અનેક કારણો હતા. પરવાનગી કંપનીને જોઇતી હોય તે કંપની ઇન્કમના 50 ટકા સરકાર જોડે શેર કરશે તો થઇ શકશે. આ જમીનની કિંમત ઓછામાં ઓછી રૂ. 2 હજાર કરોડ છે.