સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.રવિવારે બપોરે તો હોસ્પિટલના સત્તાધીશોની આબરૂૂના લીરા ઉડી ગયા હતા.બે મહિલા હોસ્પિટલ કેમ્પસમાં દારૂૂ વેચતી મળી આવી હતી.બંને મહિલા પાસેથી પોલીસે દારૂૂ કબજે કર્યો હતો.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મહાદેવ મંદિર નજીક બે મહિલા દારૂૂ વેચી રહ્યાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પ્ર.નગર પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાંટ અને ટીમ દોડી ગઈ હતી.પોલીસે બે મહિલાને સકંજામાં લીધી હતી અને બંને પાસે રહેલી પ્લાસ્ટિકની કાળી બેગ ચેક કરતાં બંને બેગમાંથી બે બે લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો.
પોલીસે ચાર લિટર દારૂૂ કબજે કરી બંને મહિલા હંસા તુલસી પરમાર (ઉ.વ.35) અને રેવા કનુ પરમાર (ઉ.વ.52)ની ધરપકડ કરી હતી.સિવિલમાંથી અનેકવાર બાઇક અને મોબાઈલની ચોરી થાય છે.ખિસ્સા કાતરૂૂઓ અને ગઠિયાઓ અલગ અલગ વોર્ડમાં આંટાફેરા કરતા રહે છે અને મોકો મળતાં જ કિંમતી વસ્તુ તફડાવી નાસી છૂટે છે.
સિવિલ હોસ્પિટલમાં લાખો રૂૂપિયાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ સિક્યુરિટી શોભાના ગાંઠિયા બની રહ્યા છે.અસામાજિક તત્વો આરામથી હોસ્પિટલ કેમ્પસમાં ઘુમતા રહે છે અને લોકો લુંટાતા રહે છે.આ બંને મહિલા અગાઉ પણ અહિ આવીને દારૂૂ વેચી ગઈ હશે જેથી ફરીથી આવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.