હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. આ સાથે સાથે દેશમાં લોકસભાની ચૂંટણીનો પણ માહોલ છે, જેને લઈને આચારસંહિતા બાદ એટલે કે, આગામી તારીખ 27, 28 અને 29 જૂને ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ સાથે 21 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત વર્ષ 2003 થી શાળા પ્રવેશોત્સવનું આયોજન થઈ હતું, તેનું મુખ્ય કારણ સૌને શિક્ષણનો અધિકાર છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું શુભારંભ કરાવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓમાં શિક્ષણનું મહત્વ આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા, ત્યાર પછીના તમામ મુખ્યમંત્રીઓએ આગળ ધપાવી છે.
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના કારણે વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે અને ધોરણ-1 થી આઠ નો ડ્રોપાઉટ રેશિયો 18.79% 2004-5માં રાજ્યમાં વિવિધ પ્રયાસોના પરિણામે અધવચ્ચે અભ્યાસક્રમ છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. 2021 -22 સુધીમાં ધોરણ 1 થી 8 માં ડ્રોપ આઉટ રેસ 2.80 ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ 1 થી 5 મા ડ્રોપ આઉટ રેશિયો વર્ષ 2022 માં ઘટીને 1.23% એ પહોંચ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ દાખલ કરી હતી, જેમાં કન્યા કેળવણી અનેક યોજનાઓની શરૂઆત કરી જેના પરિણામે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળ્યું હતું. વર્ષ 2005માં ધોરણ 1 થી 8 માં કન્યાઓનો ડ્રોપ આઉટ 22.8% હતો તે ઘટીને વર્ષ 2021 22 માં 3.01% સુધી પહોંચ્યો છે. આ સાથે જ, 1થી 5નો ગલ્સ ડ્રોપ આઉટ રેશિયો 11 .77% થી ઘટીને 2022 માં 1.16% એ પહોંચ્યો છે.