રાજકોટ શહેરના પડધરી વિસ્તારમાં સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પડધરી વિસ્તારની એક રિક્ષામાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો મળતા ચકચાર મચી ગઇ છે. પડધરી પોલીસ અને રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ અંગે તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, પિતા, માતા અને બાળકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
પરિવારે સાથે આ અંતિમ પગલું કેમ ભર્યુ તે અંગે હાલ કોઇ માહિતી મળી નથી રહી, તો બીજી બાજુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ આ લોકો કોણ છે અને ક્યાંના છે તે દિશામાં પણ તપાસ હાથ આદરી છે.
એક જ પરિવારના કાદર ભાઈ મુકાદમ,પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાદમ અને પુત્ર આસિફ મુકાદમે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ છે. પોલીસે ઘટનાસ્થળેથી અંતિમ ચિઠ્ઠી કબજે કરી હોવાનું જાણવા મળ્યુ છે. ત્રણેયે આર્થિક તંગી અને બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.