રાજકોટમાં આગામી તા 16/17 જુલાઈ 2024ના રોજ દર વર્ષેની જેમ મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમમાં તાજીયા જુલુસનું આયોજન કરવામાં આવનાર હોય જેને લઇને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉભા ન થાય તે માટે એક માસ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમ જાહેરનામામાં બેઠક સહીત 9 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા તાજીયા જ બનાવવા તેનાની વધારે ઉંચાઈના તાજીયા નહી બનાવવા અને વેચવા કે જાહેરમાં પરિવહન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડેલા જાહેરનામાં અનુસંધાને આ તાજીયા અંગેની જાહેરનામું તા 11/5/2024 થી તા 18/7/2024 સુધી અમલમાં રહેશે,આ ઉપરાંત નક્કી કરેલા સ્થળે જ તાજીયા મુકવા, તાજીયાની આજુબાજુમાં ગંદકી ન કરવી તેમજ ટ્રાફિક અડચણરૂૂપ તાજીયા ન રાખવા, ઉપરાંત લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો ન મુકવા રૂૂટ સિવાયના સ્થળ ઉપર ન નીકળવું. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાત્રીના 10 થી સવારના છ વાગ્યા સુધી લાઉડસ્પીકર ન વગાડવા, ડી જે વગાડવા માટે આયોજકોને સ્થાનિક પોલીસ પાસેથી મંજુરી મેળવવા, પબ્લિક સ્ટોલ આસપાસ કચરાપેટી રાખવા સહિતના સૂચનોનું પાલન કરવા જણાવાયું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.