ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદ
લૂ લાગવાથી (sun stroke) થનાર મૃત્યુમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ રીસ્પોન્સ ફંડ અન્વયે ૪ લાખ રૂપિયા તાત્કાલીક સહાય ચૂકવવા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અસહ્ય તાપમાન (હીટવેવ) ના કારણે લૂ લાગવાથી સૂર્ય તાપથી ચામડી બળી જવી સહિત કુદરતી આપત્તીની ઘટના વિશેષ જોવા મળી રહી છે. જેમાં ઘણા બધા રાજ્યોમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. અનેક બિમારીનો ભોગ બની રહ્યાં છે. ગંભીર રીતે હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યાં છે. લૂ લાગવાથી બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો વિશેષ ભોગ બની રહ્યાં છે.ગુજરાતમાં પણ, હીટવેવ ના કારણે લૂ લાગવી (sun stroke), ચામડી બળીજવી અને ઝાડા-ઉલટી સહિત ચક્કર આવવાના બનાવો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. જેમાં સતત ઉમેરો થતો જાય છે.ભારે ગરમી એટલે કે ૪૫ થી ૪૭ ડીગ્રી ધોમધખતા હીટવેવથી સમગ્ર ગુજરાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે ત્યારે, લૂ લાગવા (હીટવેવ) ગુજરાતમાં જે નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે તેઓને સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (SDRF) માંથી મૃત્યુ પામનારના પરિવારને ૪ લાખ રૂપિયાની નાણાંકીય સહાય ચુકવવા કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરી છે કારણ કે હીટવેવ પણ કુદરતી આપદા છે.