વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકોટમાં NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન ઇન્ડિ ગઠબંધન અને RJD પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “બિહારમાં ગરીબોને લૂંટનારા જેટલા મોટા શહેનશાહ હોય, જેટલા મોટા શહેજાદા હોય, તેને જેલ જવું પડશે અને જેલની રોટી ચાવવી પડશે.આ NDA સરકાર અને મોદીની ગેરંટી છે.”
વડાપ્રધાન મોદીએ નોકરીના બદલે જમીન કૌભાંડના આરોપી લાલુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે જેમને ગરીબોને લૂંટીને નોકરીના બદલે જમીન લખાવડાવી હોય, તે કાન ખોલીને સાંભળી લે તેમને જેલ જવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. લાલુ-તેજસ્વીનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ કે હેલિકોપ્ટરમાં ચક્કર મારવાનો સમય જેવો જ પૂર્ણ થશે તેવો જ જેલનો રસ્તો નક્કી કરવો પડશે. બિહારને લૂંટનારાઓને NDA સરકાર નહીં છોડે.”