113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા અને આયોજક જ પાણીમાં બેસી જતાં વર કન્યાના પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા

Spread the love

ન વાગી શરણાઈ ન વાગ્યા ઢોલ, માંડવે મુહૂર્ત પર પહોંચ્યા તો આખીય જગ્યા વેર વેરાન હતી. આ વાત અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની છે. જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટમાં 26 મેનાં રોજ એક સાથે 113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા, પરંતુ તમામના લગ્ન જેમણે કરાવવાનું બીડું ઉપાડ્યું હતું, તે આયોજક જ પાણીમાં બેસી જતાં વર કન્યાના પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં 113 યુગલોના સમૂહ લગ્ન માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ સમુહ લગ્નમાં જોડાવવા માટે દરેક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા ઉઘરાવ્યા બાદ લગ્નના દિવસે જ આયોજક દ્વારા સમૂહ લગ્નનું આયોજન ન કરવામાં આવતા વર-કન્યાના પરિવારના સભ્યો દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લગ્નના તાંતણે બંધાય એ પહેલાં વરરાજા અને કન્યાના પરિવારજનો જ્યારે વસ્ત્રાલ ખાતે પહોંચ્યા, ત્યારે ત્યાં લગ્ન મંડપ કે કંઈ જ સમૂહ લગ્નની તૈયારીઓ જોવા મળી નહોતી. સમૂહલગ્નમાં જોડાવાની તમામ વિધિ કર્યા બાદ લગ્ન ન હોવાનું જાણવા મળતા આ સમૂહલગ્નમાં જોડાયેલા 200થી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો અને સંચાલક પ્રકાશ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર-કન્યાના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી વી હડાતે જણાવ્યું કે, 113 જેટલા યુગલોના પરિવાર પાસેથી 22 હજાર રૂપિયા લીધા હોવાની વિગતો જાણવા મળી છે. અમે આ કેસ અંગેની તપાસ શરુ કરી છે. આ મામલે પ્રકાશ પરમાર વિરુધ્ધ ગુનો નોંધીને તેની અટકાયત પણ કરી છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરતું પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું, જેથી ગુજરાત રાજ્યના વિવિધ શહેરો માંથી અનેક લોકોએ આ સમૂહ લગ્ન માટે પેમ્પ્લેટમાં રહેલા મોબાઈલ નંબર પરથી પ્રકાશભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો. સમૂહ લગ્નના આયોજન કરી કરિયાવર આપવાના નામે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રકાશભાઈ પરમાર દ્વારા લોકો પાસેથી 22 હજાર રૂપિયા પેટે કુલ 24 લાખથી વધુની રકમ ઉઘરાવી અને આયોજક દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. તા આ મામલે અમરાઈવાડી પોલીસે પ્રકાશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમૂહલગ્નમાં જોડાવવા ઓઢવ વિસ્તારમાં રહેતા પંકજ ભાઈ વાઘેલાએ પણ ફોન પર તેમની સાથે વાત કરી અમરાઈવાડી ખાતે આવેલી ઓફિસે પહોંચ્યા હતા. અને 27 મે ના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું. તેમણે આ લગ્નમાં જોડાવવા પેટે ₹22,000 માંગ્યા હતા. જેથી પંકજભાઈ તે પૈસા પણ ભર્યા હતા. જેની રજીસ્ટ્રેશન પહોંચ પણ આપવામાં આવી હતી. જ્યારે 26 મેના રોજ વસ્ત્રાલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં તપાસ કરવામાં આવી તો ત્યાં કોઈપણ પ્રકારના સમૂહ લગ્નના આયોજનની તૈયારી કરવામાં આવેલી નહોતી. પંકજભાઈની સાથે અન્ય લોકો પણ અમરાઈવાડી ખાતે ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ઓફિસ બંધ હતી અને પ્રકાશભાઈનો મોબાઇલ પણ બંધ આવતો હતો. આમ જોતા થોડીવારમાં 113 જેટલા વર- કન્યા પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા.

બીજી તરફ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સમુહલગ્નના આયોજક પ્રકાશ પરમારે લગ્નના આયોજન માટે જે જે દાતા તૈયાર કર્યા હતા તે દાતાએ દાન ન આપતાં આ તમામ માથાકૂટ ઉભી થઈ હતી તેવું જાણવા મળ્યું છે. જો કે લગ્નના કડવા અનુભવને કારણે ભોગ બનનાર 113 યુગલોના પરિવારજનો ખૂબ જ દુખી જોવા મળ્યા હતા. આ ઘટના બન્યા બાદ તેમાંથી કેટલાક યુગલે તો મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com