રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા પોલીસ, મનપા અને કલેક્ટર તંત્રને એફીડેવીટ રજુ કરવા કરેલા આદેશ બાદ રાજકોટ પોલીસ અને કલેક્ટર તેમજ મહાનગરપાલિકાએ હાઇકોર્ટમાં એફીડેવીટ દાખલ કર્યુ છે અને સોમવારે આ મામલે હાઇકોર્ટ ખાતે સુનવણી હાથ ધરવામાં આવશે.
અત્રે એ વાત ઉલ્લેખનિય છે કે હાઇકોર્ટ દ્વારા ઘટનના બીજા દિવસે સુઓમોટોની અરજી દાખલ થયા બાદ રવિવારે રજાના દિવસે સુનવણી હાથ ધરાઇ હતી અને ચાર કલાક સુધી ચાલેલી આ સુનવણીમાં હાઇકોર્ટએ સરકાર તેમજ સ્થાનિક તંત્રની ઝાટકણી કાઢી હતી અને અગાઉ કરવામાં આવેલા નિર્દેશોનું પાલન શા માટે કરાયું નથી. તે બાબતે એફીડેવીટ ત્રણ જુન પહેલા રજુ કરવા આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે 27 લોકોના મોત માટે મહાનગરપાલિકાના કમિશનરને શા માટે સસ્પેન્ડ ન કરવા તેવી પણ આક્રારી ટકોર કરી હતી. રાજકોટમાં બનેલી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં રવિવારે સુઓમોટોની અરજી ઉપર સુનવણી હાથ ધરવામાં આવી ત્યારે સરકારી વકિલ અને બે પીટિનરે પોતાની દલિલો રજુ કરી હતી અને આ મામલે સરકારે એસઆઇટીની રચના કરી 72 કલાકમાં રિપોર્ટ આપવાની વાત હાઇકોર્ટને જણાવી હતી. હાઇકોર્ટ આ મામલે દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટ સુનવણી દરમિયાન એવી પણ ટકોર કરી કે રાજ્યની મશીનરી ઉપર અમને ભરોશો રહ્યો નથી. 2020થી હાઇકોર્ટમાં જે પિટિશન ચાલી રહી છે. જેમાં અલગ-અલગ ઓર્ડર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરાયું નથી. આ પાલન શા મો નથી કરવામાં આવ્યું તેનો જવાબ મંગવવામાં આવ્યો હતો. રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને પણ એફિડેવિટમાં તેમના રિપોર્ટ 3 જૂન સુધીમાં રજૂ કરવા આદેશ કરાયો હતો.
હાઇકોર્ટના આક્રરા વલણ બાદ રાજકોટ પોલીસ, મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા એફીડેવિટ શુક્રવારે રજુ કર્યુ હોય હવે સોમવારે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ ફાયર સેફ્ટીના સંદર્ભે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી તે સહિતની બાબતો કોર્ટને જણાવવા આદેશ કર્યો હતો. ઉપરાંત કોર્ટે ટીઆરપી ગેમ ઝોનમાં જે અધિકારીઓ ગયા હતા અને તે અધિકારીઓના ફોટો વાઇરલ થયા હોય તેમણે પણ શા માટે ધ્યાન ન આપ્યુ તેની નોંધ પણ હાઇકોર્ટે લીધી હતી. હાઇકોર્ટ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ સુનવણી હાથ ધરવામાં આવશે અને આ મામલે સોમવારે હાઇકોર્ટ મહત્વનો નિર્ણય લઇ શકે છે.