કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ પર કાપ આવશે તેવા સ્પષ્ટ સંકેત

Spread the love

ગુજરાત લોકસભાની બેઠકના પરિણામોની અસર સીધી કેન્દ્રીય મંત્રી મંડળના જોવા મળશે. આગામી સરકાર રચવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ પર કાપ આવશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બીજી બાજુ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષની વરણી કરી દેવામાં આવશે જેમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર જોવા મળશે.

લોક્સભા-2024ના ચૂંટણી પરિણામોમાં ભાજપને 240 અને એનડીએને 293 બેઠક મળી છે જ્યારે બીજીબાજુ કોંગ્રેસને 99 બેઠકો સાથે તેમના ગઠબંધન ઈન્ડિયાને 234 બેઠકો પ્રાપ્ત થઈ છે. આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી નથી, પણ એનડીએને બહુમતી મળી છે, જેમાં જેડીયુ અને ટીડીપી સામેલ છે. ચૂંટણી પરિણામ બાદની સ્થિતિ એવી છે કે, હવે ભાજપ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ તથા જેડીયુના નીતિશકુમારના ટેકાથી એનડીએની સરકાર રચાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે.

એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલને તબક્કે જો અને તો’ના આધારે એવી ચર્ચા થઈ રહી છે.

જો ગુજરાતના ક્વોટામાંથી મંત્રીઓ લેવાનું થાય તો એસ.જયશંકર, અમિત શાહ, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પરશોત્તમ રૂપાલા કે મનસુખ માંડવિયા એને સી.આ.પાટીલનો સમાવેશ થાય એવી શક્યતા છે. ગત મંત્રીમંડળના સભ્યો પૈકી દેવુસિંહ ચૌહાણનું પત્તુ કપાય એમ મનાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએની સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલને સ્થાન મળી શકે છે.

એનડીએની સરકારમા આ પરિસ્થિતિમાં ગુજરાતના બેથી ત્રણ મંત્રી ઓછા થાય તેવી શક્યતા છે. એવી જ રીતે ગુજરાતમાં જે પરિણામ આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હોમ-સ્ટેટ ગુજરાતમાં એક બેઠક ઓછી થવાની સાથોસાથ સંખ્યાબંધ બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત દરેક લોક્સભાની બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો પૈકીની ઘણી બેઠકોમાં ભાજપની લીડમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જે ગુજરાતની ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠન બંનેમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યાં છે.

ભાજપે 2014માં એકલા હાથે 282 બેઠક મેળવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. 2019માં પણ ભાજપને એકલા હાથે 303 બેઠકો મળી હતી ત્યારે મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 7 મંત્રીને સામેલ કરાયા હતા. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ડો.જયશંકર, અમિતશાહ, પરશોત્તમ રૂપાલા, ડો.મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થયો હતો.

ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવાની સાથોસાથ તેના પ્રદેશ ભાજપની પણ બંધ મુઠ્ઠી ખુલી જવા પામી છે. કેમ કે, તમામ બેઠકો જીતવાના અને દરેક પર 5 લાખની લીડ સાથે વિજય મેળવવાના દાવા ઉપરાંત, શિસ્તબદ્ધ પેજ પ્રમુખો અને માઇક્રો-માઈક્ર બૂથ મેનેજમેન્ટ છતાં સંખ્યાબંધ બેઠકો પર મતદાનની ટકાવારીમાં ઉડીને આંખે વળગે તે રીતનો ઘટાડો ભાજપને ભારે પડી ગયો છે.

ગુજરાત લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામોની ગુજરાતના રાજકારણ પર દુરોગામી અસર જોવા મળશે. આ પરિણામોની અસર આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ન થાય તે માટે અત્યારથી જ સંગઠનોને સાબદા કરવા પ્રદેશ અધ્યક્ષની નિમણુંક ઝડપથી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com