ભાજપ હવે યુપીમાં આગામી વર્ષોમાં થનારી ચૂંટણીને લઈને સાવધાન, ઓછી સીટો જીતવાના કારણ સામે આવ્યા

Spread the love

લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિભિન્ન પાર્ટીઓમાં હવે પોત પોતાના પ્રદર્શનના વિશ્લેષણનો દોર ચાલી રહ્યો છે. જાણકારો મુજબ, આ અનુસંધાને ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણોનો રિપોર્ટ રાજ્યના ભાજપ મુખ્યાલયમાં મોકલવામાં આવ્યો છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી માત્ર 33 સીટો જીતી હતી, જે વર્ષ 2019ની તુલનામાં 29 સીટો ઓછી હતી.

માત્ર એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીએ લોકસભાની 37 સીટો જીતીને રાજ્યમાં ભાજપને બીજા નંબર પર ધકેલી દીધી. ભાજપના સહયોગીઓને 3 સીટો, કોંગ્રેસને 6 સીટો મળી હતી, જ્યારે એક સીટ ચંદ્રશેખરને મળી હતી.

ચૂંટણીમાં એટલો મોટો ઝટકો મળ્યા બાદ ભાજપના હોશ ઊડી ગયા હતા. પાર્ટી ઉત્તર પ્રદેશના દમ પર આખા દેશમાં રેકોર્ડ સીટો જીતવાની આશા રાખી બેઠી હતી, પરંતુ ગત પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનું સપનું જ બનીને રહી ગયું. ભાજપ હવે રાજ્યમાં આગામી વર્ષોમાં થનારી ચૂંટણીને લઈને સાવધાન થઈ ગઈ છે અને એક રિપોર્ટમાં ઓછી સીટો જીતવાના કારણ પણ સામે આવ્યા છે. જાણકારો મુજબ, રિપોર્ટમાં ભાજપની ઓછી સીટો આવવાના કારણોનો ઉલ્લેખ કરતા સંગઠન, હારેલા ઉમેદવાર, લોકસભાના પ્રભારીઓનો રિપોર્ટ પ્રાદેશિક પાર્ટી મુખ્યાલયને મોકલવામાં આવ્યો છે.

આ રહ્યા રીપોર્ટમાં આવેલા કારણો 

2 વખત કરતા વધારે જીતેલા સાંસદોથી જનતામાં નારાજગી હતી. કેટલાક સાંસદોનો વ્યવહાર યોગ્ય નહોતો.

રાજ્ય સરકારે લગભગ 3 ડઝન સાંસદોની ટિકિટ કાપવા કે બદલવા માટે કહ્યું હતું, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવ્યું. ટિકિટ બદલાતી તો પરિણામ સારા હોત.

વિપક્ષની સંવિધાન બદલવા અને અનામત ખતમ કરવાની વાતનો ભાજપ સારી ઢંગે જવાબ ન આપી શકી. વિપક્ષ પોતાની વાતમાં સફળ રહ્યું.

પાર્ટી પદાધિકારીઓનો સાંસદો સાથે તાલમેળ સારો ન રહ્યો. આ જ કારણ હતું કે મતદાતાઓની વોટવાળી પરચી આખા રાજ્યમાં આ વખત ઘણા ઓછા ઘરો સુધી પહોંચી.

કેટલાક જિલ્લાઓમાં ધારાસભ્યોની પોતાના જ સાંસદ ઉમેદવારો સાથે ન બની. ધારાસભ્યોએ સારી રીતે સપોર્ટ ન કર્યા, જેના કારણે હાર થઈ.

ભાજપના લાભાર્થી વર્ગને 8500 રૂપિયા મહિનાની ગેરંટી (કોંગ્રેસ તરફથી)એ આકર્ષિત કર્યો. અહી પણ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ ન થવો હારનું કારણ બન્યું.

ઘણા જિલ્લામાં સાંસદ ઉમેદવારની અલોકપ્રિયતા એટલી હાવી થઈ ગઈ કે ભાજપ કાર્યકર્તા પોતાના ઘરોથી ન નીકળ્યા.

કાર્યકર્તાઓની નજરઅંદાજી પણ મોટો મુદ્દો રહ્યો. નિરાશ અને ઉદાસીન કાર્યકર્તાઓએ પાર્ટી માટે મતદાન કર્યું, પરંતુ બીજાઓને વોટ કરવા માટે પ્રેરિત ન કર્યા.

દરેક સીટ પર તેના પોતાના કેટલાક ફેક્ટર રહ્યા. જેમ પેપર લીક અને અગ્નિવીર જેવી યોજનાઓને લઈને વિપક્ષ લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યું અને ભાજપ સારી ઢંગે કાઉન્ટર ન કરી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com