ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરીથી અત્યાર સુધી આશરે 550 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ મળી

Spread the love

દેશમાં સાઇબર ક્રાઇમના ગુનાઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં અંદાજિત 50 હજાર જેટલા સાઇબર ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરીથી આજના દિવસ સુધી આશરે 550 જેટલી ફરિયાદ મળી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીએ માહિતી આપી હતી કે, નાગરિકોએ સાઇબર ગઠિયાઓની મોડસપોરેન્ડી સમજવી જોઇએ. સીધી રીતે દુનિયામાં કોઇ વ્યક્તિ કઇ પણ આપતી નથી. જેથી ફોન કરીને કેટલીક ટીપ્સ આપવાની વાત કરે છે કે પછી રોકાણ કરીને તુરંત નફો આપતા હોય છે તેવી બાબતોથી દૂર રહેવુ જોઇએ.

ટેકનોલોજીના જમાનામાં મોબાઇલ જ સર્વસ્વ બની ગયો છે. નાગરિકો મોબાઇલના સહારે તમામ સુવિધાઓ ઘરે બેઠા મેળવી લે છે. આજ કારણથી સાઇબર ગઠિયાઓ સક્રિય બની ગયા છે. સોશિયલ મીડીયામાં છવાઇ જવાના વિડીયો અને તેની માહિતી જાહેર કરવામાં આવતી હોવાથી વ્યક્તિ શું કરી રહ્યો છે, તેની માહિતી પલવારમાં એકઠી કરી લે છે. પરિણામે ગઠિયાઓને ફાવતુ મળી જાય છે. ગાંધીનગર જિલ્લામાં સાઇબર ક્રાઇમથી બચાવવા માટે પોલીસ દ્વારા અનેક જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે. નાગરિકોને શુ શુ ના કરવુ જોઇએ, તેની પણ માહિતી આપી જાગૃત કરાય છે, છતા ગાંધીનગર જિલ્લામાં રોજની સાઇબર ક્રાઇમની 10 ફરિયાદ મળી રહી છે. વર્ષ 2024ના સાડા પાંચ મહિના દરમિયાન સાઇબર પોલીસ મથકમાં 550 ફરિયાદ મળી છે. સાઇબર ક્રાઇમ પીઆઇ આર.એસ.ડામોરની ટીમ દ્વારા ફરિયાદ ઉપર તપાસ કરવામાં આવે છે. છતા નાગરીકોએ જાગૃત બનવં ુ પડશે.

રાજ્યમાં અને પાટનગર ગાંધીનગરમાં રહેતા લોકો સાથે સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે દેશના છેવાડે ખૂણામાં બેસીને ગુનો કરવામાં આવી રહ્યો છે. જેમાં નાગરિકોને લાલચ આપવામાં આવે છે. જેમાં ફેક આઇડેન્ટી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઇન શોપિંગ, ઓટીપી, લોન એપ્લિકેશન, લિંક, જોબ, બુકિંગ, ટાસ્ટ આપવાના બહાના બતાવીને ઠગાઇ કરવામાં આવે છે. નાગરિકોએ પોતાને આવતા આ પ્રકારના ફોનથી દૂર રહેવું ુ જોઇએ.

મોબાઇલનો યુગ શરૂ થયા પછી સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે સાઇબર ક્રાઇમ એટલે શુ ? તેવો સવાલ નાગરિકોને થઇ રહ્યો છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટમાં ઇન્ટરનેટના માધ્યમથી લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો, પાસવર્ડ કે ડિજિટલ ડેટાની ચોરી કરવી તેને સાઇબર ક્રાઇમ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com