કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટ સંબંધિત નિયમો બદલાઈ શકે છે. હવે એ તો આપણે બધા જાણીએ ક છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને કામ કરવા માટે કેનેડા એક પ્રિય સ્થળ છે. કેનેડા સરકાર પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) પ્રોગ્રામમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
કેનેડાની ફેડરલ સરકારે પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) પ્રોગ્રામમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવા માટે તમામ પ્રોવિન્સ સાથે કન્સલ્ટેશન શરૂ કર્યું છે, જે કેનેડામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી શકે છે.
પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) પ્રોગ્રામ એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જેમને કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓ (DLIs) માં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને તેમના અભ્યાસના ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપે છે. હાલમાં, PGWP નો સમયગાળો આઠ મહિનાથી ત્રણ વર્ષ સુધીનો છે. આ નિયમથી કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે.
એવામાં હવે કેનેડા સરકારે શ્રમ બજારની માંગ સાથે PGWP પાત્રતાનું સંચાલન કરવા માટે સ્થાનિક સરકારો સાથે પરામર્શ શરૂ કર્યો છે. આ વાતચીતનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે પ્રોગ્રામના લાભો મુખ્યત્વે એ જગ્યાઓ પર પહોંચાડવામાં આવે જ્યાં મેન પાવર ઓછા છે અને PGWPના વિદ્યાર્થીઓને એ ક્ષેત્રમાં કામ વધુ મળે.
ટૂંકમાં હાલ કેનેડામાં ભણતા તમામ સ્ટુડન્ટને પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ મળે છે પણ જે ચર્ચા ચાલી રહી છે એ મુજબ તેમાં કેટલાક નિયંત્રણ આવશે. અને આ પ્રોગ્રામનો લાભ એવા ગ્રેજ્યુએટ્સને જ મળશે જે સેક્ટરમાં હાલ કામદારોની અછત હશે. સાથે જ એમ પણ કહેવય રહ્યું છે કે લેબર માર્કેટમાં જેની જરૂર નથી તેવા લોકોને પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ નહીં મળે. પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) પ્રોગ્રામમાં આ સુધારા જાન્યુઆરી 2025થી લાગુ થઈ શકે છે.