1 લી જુલાઈથી આવતાં નવા કાયદાને લઇને પીએસઆઈથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓને ટ્રેનીંગ

Spread the love

ભારત દેશ આઝાદ થયો ત્યારથી સમગ્ર દેશમાં અંગ્રેજોએ બનાવેલા કાયદાઓનો અમલ ચાલ્યો આવે છે. જેમાં કેન્દ્ર સરકાર જળમુળથી ફેરફારો કરી કાયદાની કલમો અને વ્યાખ્યાઓમાં મોટાપાયે સુધારા કર્યા છે અને આ નવો કાયદો 1 લી જુલાઈથી અમલમાં આવી રહ્યો છે.જેના માટે અત્યારથી જ પીએસઆઈથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓને ટ્રેનીંગ આપવાની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આઈપીસી, સીઆરપીસી અને એવીડન્સ એકટમાં મોટાપાયે સુધારા કરી નવા કાયદાનો ખરડો સર્વાનુમતે લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવવામાં આવ્યો હતો અને આઈપીસી, સીઆરપીસી, એવીડન્સ એકટના સુધારાનું બીલ રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું હતું. જેના પર રાષ્ટ્રીપતિએ મંજુરીની મહોર માર્યા બાદ નવા કાયદાનો અમલ 1 લી જુલાઈથી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં આઈપીસીની કલમમાં 511 કલમો અંગ્રેજોના શાસનથી કાર્યરત હતી જેમાં અમુક બીન જરૂરી કલમો રદ કરી નાખવામાં આવી છે અને નવા સુધારેલા કાયદા મુજબ આઈપીસીમાં કુલ 358 કલમો રાખવામાં આવી છે. આઈપીસીની કલમમાં ખૂન, ખુનની કોશિષ, બળાત્કાર, કાવતરું, ચીટીંગ, ત્રાસ,મારમારી, ચોરી સહિતના ગુનાઓની કલમોની વ્યાખ્યા ફેરવી નાખવામાં આવી છે. અગાઉ હત્યાનો ગુનો બને તો કલમ 302 લગાડવામાં આવતી હતી પરંતુ હવેથી નવા સુધારા કાયદા મુજબ હત્યાના ગુનામાં કલમ 103 (એ) હેઠળ કાર્યવાહી થશે. જ્યારે હત્યાની કોશિષની કલમ 307ને બદલાવીને 1 લી જુલાઈથી હત્યાની કોશીષના ગુનામાં 109 હેઠળ કાર્યવાહી કરાશે.

આઈપીસીની સાથોસાથ સીઆરપીસીના કાયદાની વ્યાખ્યાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સીઆરપીસીની અગાઉ 484 કલમો અમલમાં હતી. જેમાં પણ મોટાપાયે સુધારા કરવામાં આવ્યા છે. નવા કાયદામાં સીઆરપીસીમાં પોલીસ અધિકારીઓને વિશાળ સત્તા આપવામાં આવી છે અને નવા કાયદા મુજબ સીઆરપીસીની કલમમાં વધારો કરીને કુલ 532 કલમો હેઠળનો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઈન્ડિયન એવીડન્સ એકટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. એવીડન્સ એકટમાં અગાઉ 166 કલમ અમલમાં હતી જેમાં વધારો કરીને તેની જગ્યાએ 170 જેટલી કલમોનો નવા કાયદામાં મુકવામાં આવી છે. અંગ્રેજના વખતમાં ત્રણેય કાયદામાં ધરમુળથી ફેરફાર કરવામાં આવ્યા છે. એ પહેલા હવે પોલીસ અધિકારીઓ અને અદાલતો તેમજ વકીલોને પણ આ નવા કાયદાનું જ્ઞાન મેળવવાનું રહેશે.

પ્રથમ તબક્કે ગુજરાતના મોટાભાગનાં પીએસઆઈથી માંડીને ડીવાયએસપીના અધિકારીઓને તબક્કાવાર જૂનાગઢ અને કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ આ તમામ અધિકારીઓ પોતાના તાબા હેઠળનાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓને નવા કાયદાનું જ્ઞાન આપશે અને કઈ રીતે ગુના દાખલ કરવા તેની સમજણ આપશે.

1 જુલાઈથી સમગ્ર દેશમાં નવો કાયદો અમલમાં આવી રહ્યો છે ત્યારે નવા કાયદાની જોગવાઈમાં પોલીસને ઘણી રાહત આપવામાં આવી છે. ગુનો દાખલ થયા બાદ કેસ ચાલતી વખતે ગુનેગારોને શોધીને તેમના ઘરે સમન્સ અને વોરંટની બજવણી કરવામાં આવતી હતી જેમાં પણ મોટાપાયે સુધારો કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વોટસએપ, ટેકસ મેસેજ અને ઈમેલથી આરોપીઓ અને સાક્ષીઓને સમન્સ પાઠવી શકશે.

અંગ્રેજોના વખતના કાયદામાં કેન્દ્ર સરકારે ધરમુળથી ફેરફાર કર્યા છે જેમાં હવે ત્રણેય નવા કાયદાની આગામી તા.1 જુલાઈથી અમલવારી શરૂ થવા જઈ રહી છે. ત્યારે અધિકારીના જણાવ્યા પ્રમાણે સાત વર્ષથી નીચેની સજા વાળા કેસમાં પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી પર બ્રેક લાગશે. જ્યારે સાત વર્ષથી વધુની સજાવાળા ગુનામાં એફએસએલની તપાસ ફરજિયાત કરવામાં આવશે. આમ ભારે ગુના બનશે ત્યારે તેમાં ફરજિયાત એફએસએલ દ્વારા ગુનાની તપાસ કરવાની રહેશે અને તેનો રિપોર્ટ અદાલતમાં રજુ કરવાનો રહેશે.

ગુજરાત રાજ્યમાં સંગઠીત ક્રાઈમ પર અંકુશ લેવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે ગુજસીટોકનો કાયદો બનાવી અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં અનેક શહેરોમાં કાર્યરત ગેંગો પર ગુજસીટોકના કાયદા પર ગુના દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવે છે. નવા કાયદા મુજબ ગુજસીટોકના કાયદાના બે ભાગ કરી નાખવામાં આવ્યા છે. જેમાં નાનાપાયે સંગઠીત અપરાધોમાં કલમ 112 લાગુ કરવામાં આવશે. જ્યારે મોટાપાયે સંગઠીત ક્રાઈમને અંજામ આપતી ગેંગ સામે કલમ 111 હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.ખંડણી પડાવી, જમીનો હડપ કરી જતી સંગઠીત ક્રાઈમ કરતી ગેંગો સામે 111ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ભેગા મળી ચોરીના ગુનાને અંજામ આપવો, લુંટના ગુનાને અંજામ આપવો સહિતના ગુના આચરતી ગેંગ સામે કલમ 112 લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com