આ કલિયુગ કેવા કેવા દિવસો દેખાડશે. માંગરોળના પીપોદરા GIDCમાં વિશ્વાકર્મા નગરમાં આવેલ કંપનીની રૂમમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જોકે કંપની સંચાલકે આરોપી કામદારને વાતમાં નાખી કોસંબા પોલીસને જાણ કરતા આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પણ હત્યાંનું જે કારણ બહાર આવ્યું છે એમાં કાકી – ભત્રીજાના પવિત્ર સંબધોનું ખૂન થયું છે.
આઈ. ડી. સીમાં ફરી એક વાર સબંધો લજવાયા હતા. જેને ભત્રીજો સમજી લગ્નની એનિવરસરીમાં બોલાવ્યો એજ ભત્રીજા એ કાકી સાથે કરી બળજબરી કરી હતી.
કાકાને બાઈક પર લિડિયાત મૂકી આરોપી ભત્રીજો કાકાની રૂમ પર પહોંચ્યો હતો અને રૂમ પર એકલી રહેતી કાકી સાથે કરી બળજબરી કરવા લાગ્યો.
ભત્રીજાના આ કારસ્તાનની વાત પત્નીએ પતિને કરતા ગુસ્સામાં લાલચોળ કાકાએ લાકડી લઈને ભત્રીજા પર તૂટી પડ્યા હતા. ભત્રીજાનું મોત થાય ત્યાં સુધી તેને મારતા રહ્યા.
જોકે કંપની સંચાલકની સજાગતાના કારણે આરોપી ઝડપાઈ ગયો હતો. કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટ પોસ્ટમાં ઉભેલા આરોપીનું નામ છે શિવપૂજન અરવિંદ નિષાદ ઉ. વ 28 મૂળ યુ. પીના કેસરિયા ગામનો અને હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC માં વિશ્વાકર્મા નગરમાં આવેલ પ્લોટ 1 અને 2 માં આવેલ જય માતાજી ટેક્ષ. માં કામ કરે છે અને પત્ની સાથે કંપનીની રૂમમાં જ રહે છે.
ગઈ કાલે પોતાના લગ્નની એનેવર્સરી હોવાથી પોતાના ઉત્તર પ્રદેશના પોતાના ગામની બાજુના ભત્રીજા અને હાલ પીપોદરા વિસ્તારમાં રહેતા ભત્રીજાને લગ્નની એનેવર્સરીનું આમંત્રણ આપ્યું હતું. સાથે ભોજન લીધા બાદ ભત્રીજા શીલુ લઘુ નિષાદ ઉ. વ 26 પોતાની બાઈક પર કાકાને લિડિયાત ગામે ઉતારી ફરી ભત્રીજો શીલુ કાકાની રૂમ પર આવ્યો હતો અને હમ ઉમ્ર કાકી સરસ્વતી સાથે બળજબરી કરી હતી.
કાકા ઘરે આવતા પત્નીએ ભત્રીજા સીલુ એ કરેલા કારસ્તાનની વાતો કરતા કાકા ઉશકેરાઈ જતા ભત્રીજા શીલુને લાકડી વડે મારવા લાગતા તેનું મોત થઇ ગયું હતું. જોકે આરોપી કાકાએ હત્યા બાદ ભાગવાના બદલે કંપની સંચાલકને આખી ઘટના કહેતા જાગૃત કંપની સંચાલકે કોસંબા પોલીસને જાણ કરતા આરોપી કાકા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
જે કાકા પોતાના લગ્નની એનવર્સરી ઉજવી ખુશ હતા પરંતુ દુરનો ભત્રીજો શેતાન બની આવ્યો અને પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. શેતાન ભત્રીજાને એના કરતૂતની સજા મળી ગઈ અને કાકા આરોપી બની ગયા. સમાજમાં આવા કિસ્સા લાલબત્તી સમાન છે.