ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન:મિત્રોની લત, સ્ટ્રેસ, એન્જોયમેન્ટ, ફન માટે લોકો ડ્રગ્સનું સેવન કરતા હોય છે.
સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપવા હર્ષ સંઘવીની હાકલ
ડ્રગ્સના દુષણને નાબૂદ કરવા, જાગરૂકતા ફેલાવવા માટે મીડિયા મોટું માધ્યમ- રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, એટીએસના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ અને સુરત શહેર પોલીસ કમિશનરે પોલીસની કામગીરી વિશે પ્રેઝન્ટેશન આપ્યું
અમદાવાદ
અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.મિત્રોની લત, સ્ટ્રેસ, એન્જોયમેન્ટ, ફન માટે લોકો ડ્રગ્સનું સેવન કરતા હોય છે. ડ્રગ્સ નાબૂદની અવેરનેસ કેમ્પેઈનમાં ૬૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં 30,000 રજીસ્ટ્રેશન ફિશિંગ બોટ છે. સ્ટ્રકચરલ ફેક્ટર્સ એન્કર્ડ પોર્ટલ પર દર મહિને મીટીંગ અને માહિતી શેરિંગ, NIDAAN ( નેશનલ ઇન્ટરગ્રીટેડ ડેટાબેઝ ઓન એરેસ્ટેડ નારકો ઓફેન્ડર્સ),ANTF ( એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ) જેવી સરકારી સંસ્થાઓ ડ્રગ્સ માટે કાર્યરત છે.
હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા.ડ્રગ્સને લઈને યુવાનોનું જીવન બરબાદ નથી થવા દેવું તેવું કહ્યું.હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે.ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટેરેરીઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે.આજના અવસરે રાજ્યપોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ. આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દુષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે.આ ઉપરાંત ડ્રગ્સના વિવિધ પ્રકારો, ડ્રગ્સ સપ્લાય ચેઇન, વિવિધ દેશોમાં નેટવર્ક તેમજ ભારતના બંધારણના ડ્રગ્સ વિરોધી કાયદાઓ વિષયક માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ ઉપરાંત આજના પ્રસંગે ગુજરાત એટીએસના વડા શ્રી દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશક- લૉ અને ઓર્ડર ડૉ. શ્રી શમશેરસિંહ, અધિક પોલીસ મહાનિદેશક (ઇન્ટેલિજન્સ) શ્રી આર. બી. બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે શ્રી રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકરીશ્રીઓ અને વિવિધ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં થયેલ ડ્રગ્સ જપ્તીનું નિરીક્ષણ
• વર્ષ ૨૦૨૧: કેસ ૪૬૫, આરોપી ૭૨૭, ડ્રગ ૨૧,૭૫૪.૫૭૬ કિગ્રા, રૂ. ૨૩૪૬.૨૫ કરોડ
• વર્ષ ૨૦૨૨: કેસ ૫૧૨, આરોપી ૭૮૫, ડ્રગ ૩૨,૫૯૦.૮૪૫ કિગ્રા, રૂ. ૫૩૩૮.૮૧ કરોડ
• વર્ષ ૨૦૨૩: કેસ ૫૫૮, આરોપી ૭૪૨, ડ્રગ ૨૩, ૪૯૯.૪૪૦ કિગ્રા, રૂ. ૧૫૧૪.૮૦ કરોડ
• વર્ષ ૨૦૨૪: કેસ ૨૫૧, આરોપી ૩૫૩, ડ્રગ ૯૭૬૦.૬૫ કિગ્રા, રૂ. ૪૮૦.૧૦ કરોડ
ચાર વર્ષનું ટોટલ: કેસ ૧૭૮૬, આરોપી ૨૬૦૭, ૮૭, ૬૦૫.૪૯ કિગ્રા, રૂ. ૯૬૭૯.૯૬ કરોડ
વર્ષ ૨૦૨૪ના ક્વાર્ટર ૨ (એપ્રિલ – જૂન, ૨૦૨૪)માં રજીસ્ટર થયેલા નાર્કોટિક્સ ડ્રગ કેસ
• સુરત શહેર: કુલ ૨૧ કેસ, ૫ ક્વોલિટી કેસ, ૩૮ આરોપી અને રૂ. ૧,૮૭,૮૫,૨૮૭નો મુદ્દામાલ જપ્ત
• અમદાવાદ શહેર: કુલ ૧૩ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૧૫ આરોપી અને રૂ. ૪,૭૪,૮૭,૨૦૬નો મુદ્દામાલ જપ્ત
• પશ્ચિમ વડોદરા શહેર: કુલ ૭ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૬ આરોપી અને રૂ. ૮,૦૯,૮૭૦નો મુદ્દામાલ જપ્ત
• ભરૂચ: કુલ ૭ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૨૭,૫૬,૦૯૫નો મુદ્દામાલ જપ્ત
• બરોડા શહેર: કુલ ૬ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૩૯,૩૭,૦૫૦નો મુદ્દામાલ જપ્ત
• કચ્છ પશ્ચિમ: કુલ ૬ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૫,૩૫,૧૦,૭૨૦નો મુદ્દામાલ જપ્ત
• બનાસકાંઠા: કુલ ૫ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૯ આરોપી અને રૂ. ૧,૨૨,૬૬,૬૩૦નો મુદ્દામાલ જપ્ત
• એટીએસ: કુલ ૪ કેસ, ૪ ક્વોલિટી કેસ, ૨ આરોપી અને રૂ. ૧,૯૦,૫૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત
• જામનગર: કુલ 6 કેસ, ૧૨ આરોપી અને રૂ. ૩,૧૪,૩૦૦નો મુદ્દામાલ જપ્ત
• રાજકોટ ગ્રામ્ય: કુલ ૫ કેસ, ૫ આરોપી અને રૂ. ૬,૨૦,૫૪૦નો મુદ્દામાલ જપ્ત
• વલસાડ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૭૭,૦૧૭નો મુદ્દામાલ જપ્ત
• આણંદ: કુલ ૩ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૫ આરોપી અને રૂ. ૨,૮૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત
• અમદાવાદ પશ્ચિમ: કુલ ૫ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૨૫,૫૯૧નો મુદ્દામાલ જપ્ત
• કચ્છ પૂર્વ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૪૦,૨૧,૪૮૫નો મુદ્દામાલ જપ્ત
• સુરત ગ્રામ્ય: કુલ ૨ કેસ, ૨ આરોપી અને રૂ. ૩૨,૬૮૦નો મુદ્દામાલ જપ્ત
• ગુજરાતના અન્ય હિસ્સાઓ: કુલ ૩૦ કેસ, ૩ કવોલિટી કેસ, ૩૯ આરોપી અને રૂ. ૧૬,૯૩,૦૬,૪૧૮નો મુદ્દામાલ જપ્ત
ગુજરાત રાજ્યના કુલ ટોટલ કેસની વિગતો:* ટોટલ કેસ ૧૨૮, ૨૮ ક્વોલિટી કેસ, ૧૬૯ આરોપીઓ, રૂ. ૨,૨૨,૦૭,૩૪,૫૮૯.૦૦નો મુદ્દામાલ જપ્ત
ગૃહમંત્રી, ગુજરાતના નેતૃત્વ હેઠળની પહેલ
માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સપ્ટેમ્બર 2023માં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રીની સૂચના અનુસાર વિવિધ શહેરો/જિલ્લાઓમાંથી નાર્કોટીક્સના ૨ કેસ, અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)માંથી ૫ કેસ પસંદ કરવામાં આવ્યા હતા. ઉપરથી નીચે સુધી અને નીચેથી ઉપર સુધી વ્યાપક રીતે હાથ ધરવામાં આવેલી તપાસ સાથે તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.
વૈશ્વિક ડ્રગ અર્થતંત્રમાં વલણો
યુ.એન.ઓ.ડી.સી ડ્રગ રિપોર્ટ 2023 મુજબ
આશરે 296 મિલિયન ડ્રગ યુઝર્સ
15-64 વર્ષની વય-જૂથમાં વિશ્વની વસ્તીના 5% લોકો ડ્રગનો ઉપયોગ કરે છે
કેનાબીસ – 219 મિલિયન
એમ્ફેટામાઈન્સ – 36 મિલિયન
ઓપીયોઇડ્સ – 60 મિલિયન
કોકેન – 22 મિલિયન
એક્સ્ટસી – 20 મિલિયન
ગેરકાયદેસર ખસખસનું વૈશ્વિક ઉત્પાદન રેકોર્ડ 9000 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે
એકલા અફઘાનિસ્તાનમાં વિશ્વના ખસખસનું 90% હિરોઈન ઉત્પાદન થાય છે
કોલંબિયા (54%), પેરુ (30%) અને બોલિવિયા (15%) લગભગ સમગ્ર કોકેઈન ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે.
ગુજરાત માટેનાં પડકારો
સરહદેથી અફીણનું ગેરકાયદેસર વહન
રાજ્યો-મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ગુજરાતએ દરિયાકાંઠાનું રાજ્ય છે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન વગેરેનો દરિયાઈ પ્રવેશ છે.
ગુજરાતમાં 30 હજાર જેટલી માછીમારી બોટ નોંધાયેલી છે. સરહદપારથી પડોશી રાજ્ય રાજસ્થાનમાં ડ્રોન છોડવામાં આવે છે.
માનનીય મુખ્યમંત્રી નાર્કો રિવોર્ડ પોલિસીના નેતૃત્વ હેઠળની પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં નાર્કો રિવોર્ડ પોલિસીની જાહેરાત કરી હતી.
NDPS કેસમાં બાતમીદારો તેમજ પોલીસ અધિકારીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ યોજના જાહેર કરનાર પ્રથમ રાજ્યમાં ગુજરાત છે.
ગૃહ વિભાગે માદક દ્રવ્યોના કેસોનો સામનો કરનાર ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ નીતિ લાગુ કરી છે.ગુજરાતના દરેક પોલીસ યુનિટને આ નીતિ હેઠળ તેમના કેસલોડને વધારવાની સૂચના આપવામાં આવી હતી, જેના પરિણામે 2021થી ગુજરાત પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ 105 પોલીસ કર્મચારીઓને રૂ. 15.96 લાખની રકમથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
માનનીય ગૃહરાજ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની પહેલ
માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાત સમીક્ષા બેઠક 2022માં અને 15 સમીક્ષા બેઠક 2023 24 માં યોજી જેમાં આ અભિયાનમાં વહીવટી જોગવાઈઓ, બજેટ અને માળખાકીય પડકારો જેવા વિવિધ મુદ્દાઓને સંબોધવામાં આવ્યા. તેમણે આ અભિયાનમાં ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.વધુમાં, રાજ્ય સરકારે એ.ટી.એસના જવાનો માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જેઓ દરિયામાં રાષ્ટ્રવિરોધી શક્તિઓ સામે પોતાના જીવને જોખમમાં મૂકે છે. આ ઝુંબેશમાં, અસાધારણ કામગીરી દર્શાવનાર અધિકારીઓને મળતી આપવામાં આવી છે, જેનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે. ગુજરાત પોલીસએ રાજ્ય સરકારના ઉદ્દેશ્યોને અનુરૂપ હકારાત્મકતા નિશ્ચય સાથે કામ કરી રહી છે. નાર્કોટિક અપરાધીઓની મિલકતો જપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.