ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. કથિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનને હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે. 13 જૂને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઘણા મહિનાઓથી જેલમાં છે.જામીન મળ્યા બાદ તે ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. તે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે જેલમાંથી બહાર આવી જશે.